ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

ISRO Scientist Resignation Rules : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે એક સત્તાવાર આદેશ બહાર પાડીને વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમ માટે રાજીનામા અને VRS ના નિયમોને કડક બનાવી દીધા છે. ખાસ કરીને ગગનયાન જેવા દેશના મહત્વકાંક્ષી મિશન સાથે જોડાયેલા કર્મચારીઓ માટે હવે સામાન્ય પ્રક્રિયા હેઠળ રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં.

ISRO Scientist Resignation Rules : રાષ્ટ્રીય હિતના પ્રોજેક્ટ્સ પર ગંભીર અસર

સરકારના મતે, ઈસરોના ગ્રુપ-એ સાયન્ટિસ્ટ અને ટેકનિકલ કર્મચારીઓ તરફથી મોટી સંખ્યામાં મળી રહેલા રાજીનામાના અરજીઓને કારણે રાષ્ટ્રીય હિતના પ્રોજેક્ટ્સના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. આ સ્થિતિને જોતા, યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જેવા મુખ્ય કેન્દ્રોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા કર્મચારીઓના રાજીનામા કે VRS ની અરજીઓને હવે સામાન્ય રીતે મંજૂરી આપવામાં ન આવે.

2020 ના નિયમોમાં મોટો ફેરફાર

આ આદેશ સાથે સરકારે વર્ષ 2020 માં કરવામાં આવેલા એક વહીવટી ફેરફારને પણ પલટી નાખ્યો છે. અગાઉ, ઈસરોના સેન્ટર ડાયરેક્ટર્સ પાસે ગ્રુપ-એના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા કે VRS સ્વીકારવાની સત્તા હતી. પરંતુ નવા આદેશ મુજબ, હવે આવા કોઈ પણ કર્મચારીની વિનંતીને ડાયરેક્ટરની ભલામણ સાથે અંતિમ નિર્ણય માટે સીધું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને મોકલવી પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશના મહત્વના અંતરિક્ષ મિશનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે.

નોંધનીય છે કે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: દ્વારકામાં નકલી ઓફિસરનો કારસો: VIP દર્શનના નામે ભક્તોને ઠગનાર શખ્સ ઝડપાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *