T20 વર્લ્ડ કપ જીતવાની સાથે ભારતે બનાવ્યા 3 નવા વર્લ્ડ રેકોર્ડ , પહેલી ટીમ બની,જાણો

India T20 World Cup win : 

India T20 World Cup win :  ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતે આઠમી આવૃત્તિનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત સાથે જ ભારત વિશ્વની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે આ ટુર્નામેન્ટમાં ત્રણ એવા રેકોર્ડ બનાવ્યા છે જે અગાઉ ક્યારેય કોઈ ટીમે કર્યા નથી.

India T20 World Cup win ૧. સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ

વર્ષ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. ક્રિકેટ જગતમાં શંકા હતી કે શું કોઈ ટીમ સતત બે વાર આ ટાઈટલ જીતી શકે? પરંતુ ભારતે તમામ અટકળો પર વિરામ મુકતા બેક-ટુ-બેક (2024 અને 2026) ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે.

૨. પોતાની યજમાનીમાં ટ્રોફી જીતનાર પ્રથમ દેશ

આ વર્ષે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાયો હતો. ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ પોતાના ઘરેલું મેદાન પર T20 વર્લ્ડ કપ જીતી શકી નહોતી. ભારતે 2011માં વનડે વર્લ્ડ કપ પોતાના ઘરે જીત્યો હતો, અને હવે T20માં પણ આ પરાક્રમ કરનારો પ્રથમ દેશ બન્યો છે.

૩. ત્રણ T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની એકમાત્ર ટીમ

અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પાસે બે-બે ટાઈટલ હતા. ભારત હવે ત્રણ વાર (2007, 2024 અને 2026) ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે. પ્રથમ વિજય એમ.એસ. ધોની, બીજો રોહિત શર્મા અને હવે ત્રીજો વિજય સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં મળ્યો છે.

આ પણ વાંચો:  T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત બન્યું ત્રીજીવાર ચેમ્પિયન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *