PM Narendra Modi Banaskantha Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં તેમણે ₹૧૪,૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી એક વિશાળ જનસભાને સંબોધિત કરતા તેમણે નામ લીધા વગર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખો કટાક્ષ કર્યો હતો. કેટલાક લોકો એવા હોય છે જે દેશમાં સંકટ આવે ત્યારે ખુશ થતા હોય છે. ઈરાન યુદ્ધ બાદ તેમણે અફવાઓ ફેલાવી કે ખેડૂતોને ખાતર નહીં મળે અને એલપીજી નહીં મળે, કારણ કે તેઓ માત્ર મોદીને બદનામ કરવા માંગે છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતા રહેશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, બનાસકાંઠાના બટાટા આજે વિશ્વ વિખ્યાત છે અને કોઈ આવીને બનાસકાંઠાના લોકોને નહીં કહે કે હું બટાકાનું સોનું બનાવીશ. તે કહેશે કે હું અગાઉથી બનાવું છું. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે બટાટામાંથી સોનું બનાવવાની વાત કરી હતી. જોકે, કોંગ્રેસે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
PM Narendra Modi Banaskantha Visit: ૧૪,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ અને રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન
આ જનસભા પહેલા પીએમ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ જનતાને અર્પણ કરી હતી.
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, કેટલાક લોકો એવા હોય છે જે દેશમાં સંકટ આવે ત્યારે ખુશ થતા હોય છે. ઈરાન યુદ્ધ બાદ તેમણે અફવાઓ ફેલાવી કે ખેડૂતોને ખાતર નહીં મળે અને એલપીજી નહીં મળે, કારણ કે તેઓ માત્ર મોદીને બદનામ કરવા માંગે છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતા રહેશે.આ જનસભા પહેલા પીએમ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ જનતાને અર્પણ કરી હતી.

