Assam Congress Candidates : આસામ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Elections) માટે રાજકીય માહોલ ગરમાયો છે. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસે (Congress) પોતાની ચૂંટણી તૈયારીઓ વધુ તેજ કરતા શનિવારે ઉમેદવારોની બીજી યાદી (Candidate List) સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. આ નવી યાદીમાં કુલ 23 ઉમેદવારોની (Candidates) જાહેરાત કરવામાં આવી છે, જેઓ આગામી ચૂંટણીમાં આસામના વિવિધ વિસ્તારોમાંથી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે.
The Central Election Committee of Congress has selected the following persons as Congress candidates for the forthcoming elections to the Assam Legislative Assembly.👇 pic.twitter.com/WBlhYuzDF3
— Congress (@INCIndia) March 14, 2026
Assam Congress Candidates : ગઠબંધન પક્ષો માટે ખાસ રણનીતિ
કોંગ્રેસે આ વખતે મિત્ર પક્ષોને (Alliance Partners) સાચવીને ચાલવાની અને મતોનું વિભાજન અટકાવવાની રણનીતિ અપનાવી છે. બીજી યાદીમાં 23 નામોની જાહેરાત કરવાની સાથે જ, પાર્ટીએ 7 બેઠકો પોતાના ગઠબંધન પક્ષો માટે ખાલી છોડી છે. જેમાં ભવાનીપુર-સૌરભોગ, પલાસબાડી અને ગુવાહાટી સેન્ટ્રલ જેવી મહત્વની બેઠકો સામેલ છે. ગઠબંધનની રાજનીતિને (Coalition Politics) ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 15 બેઠકો અન્ય પક્ષો માટે ફાળવી છે.
કુલ 65 ઉમેદવારો મેદાનમાં
નોંધનીય છે કે, આ યાદી અગાઉ કોંગ્રેસ દ્વારા આસામ ચૂંટણી (Assam Election) માટે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. હવે બીજી યાદીના 23 નામો સાથે, પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 65 બેઠકો પર પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે.
બીજી યાદીમાં જાહેર થયેલા કેટલાક પ્રમુખ ઉમેદવારોના (Key Candidates) નામ આ મુજબ છે:
ગોલકગંજ: કાર્તિક ચંદ્ર રાય (Kartik Chandra Ray)
બિલસીપારા: અમૃત બાદશા (Amrit Badsha)
મનકાચર: મોહિબુર રહેમાન (Mohibur Rohman)
ગોલપાડા ઈસ્ટ: અબુલ કલામ રશીદ આલમ (Abul Kalam Rasheed Alam)
દુધનાઈ (ST): કિશોર કુમાર બ્રહ્મા (Kishor Kumar Brahma)
કોંગ્રેસ નેતૃત્વને આશા છે કે આ તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં પાર્ટીને મજબૂત જીત અપાવશે.
આ પણ વાંચો: ‘તો મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’, સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી પીરિયડ્સ લીવની અરજી?

