સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું નામ બદલાયું,હવે આ નામ કર્યું,જાણો

Battle of Galwan name change : બોલીવુડના ‘ભાઈજાન’ સલમાન ખાનની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટું અને ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાન જે ફિલ્મમાં દેશની રક્ષા માટે જીવના જોખમે લડતા સૈનિકની ભૂમિકામાં જોવા મળવાનો છે, તે ફિલ્મનું નામ અચાનક બદલી નાખવામાં આવ્યું છે. અત્યાર સુધી ‘બેટલ ઓફ ગલવાન’ (Battle of Galwan) તરીકે જાણીતી આ ફિલ્મ હવે ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (Maatrubhumi: May War Rest in Peace) ના નામે રિલીઝ થશે. નામ બદલાવાના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી, જેનો હવે ફિલ્મના ડાયરેક્ટરે ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ફિલ્મના ડાયરેક્ટર અપૂર્વ લાખિયાએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે ટાઇટલ બદલવાનો આ નિર્ણય કોઈ દબાણ કે રાતોરાત લેવાયેલો નથી. મેકર્સે શરૂઆતથી જ બે નામો રજીસ્ટર કરાવ્યા હતા. પરંતુ શૂટિંગ દરમિયાન તેમને અહેસાસ થયો કે આ વાર્તા માત્ર સરહદ પરની ગોળીબારી કે યુદ્ધ પૂરતી સીમિત નથી. આ ફિલ્મની વાર્તાના મૂળમાં માનવતા, સૈનિકોની પીડા અને તેમની શાંત લડાઈની સંવેદના રહેલી છે. આથી ‘માતૃભૂમિ’ ટાઇટલ ફિલ્મના સાચા આત્માને અને બલિદાનની ભાવનાને વધુ સચોટ રીતે દર્શાવે છે.

Battle of Galwan name change: આ ફિલ્મ સાથે જોડાયેલી અન્ય મહત્વની વિગતો:

ગલવાન ઘાટીનો સંઘર્ષ: આ ફિલ્મની વાર્તા વર્ષ 2020 માં ભારત અને ચીન વચ્ચે થયેલા ઐતિહાસિક અને લોહિયાળ ગલવાન ઘાટીના સંઘર્ષ પરથી પ્રેરિત છે.

માનવતાનો સંદેશ: ડાયરેક્ટરના મતે, આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય ભયંકર સંઘર્ષની વચ્ચે પણ માનવતાને કેવી રીતે બચાવી રાખવી તે દર્શાવવાનો છે.

ટાઇટલ ટ્રેક બન્યું કારણ: ફિલ્મમાં ‘માતૃભૂમિ’ નામનું એક શાનદાર ગીત પણ છે, જેને ટેસ્ટિંગ દરમિયાન દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. આ બાબતે પણ નવું નામ ફાઇનલ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

સ્ટાર કાસ્ટ: આ દેશભક્તિથી સભર ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો: ઓસ્કાર આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીના ગ્લેમરસ લુકે લૂંટી મહેફિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *