Pete Hegseth Iran strikes : અને ઈરાન વચ્ચેનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાને આજે અત્યાર સુધીના ‘સૌથી મોટા હુમલા’નો સામનો કરવો પડશે. તેમણે દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાત મોટાભાગે નષ્ટ થઈ ગઈ છે અને ખાડી યુદ્ધ માત્ર અમેરિકાની શરતો પર જ સમાપ્ત થશે.
Pete Hegseth Iran strikes : ‘ઈરાનમાં 7 હજાર થી વધુ ઠેકાણાઓ પર હુમલા’
અમેરિકન રક્ષા મંત્રી પીટ હેગસેથે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ અત્યાર સુધીમાં ઈરાનમાં ૭,૦૦૦ થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. તેમણે દાવો કર્યો કે અમેરિકાની સૈન્ય ક્ષમતા સતત વધી રહી છે જ્યારે ઈરાનની તાકાત ખતમ થઈ રહી છે. હેગસેથના જણાવ્યા અનુસાર, ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ (હવાઈ સુરક્ષા તંત્ર) હવે ‘સંપૂર્ણપણે તબાહ’ થઈ ચૂકી છે. ખર્ગ ટાપુ પર કરાયેલા હુમલાએ અમેરિકાને ઈરાનના ભવિષ્ય પર નિયંત્રણ મેળવવામાં મદદ કરી છે.

શહીદ સૈનિકોને સન્માન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરી
પીટ હેગસેથે પોતાની બ્રીફિંગમાં જણાવ્યું કે બુધવારે જ્યારે યુદ્ધમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકોના પાર્થિવ દેહ સ્વદેશ લાવવામાં આવ્યા, ત્યારે તેઓ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં હાજર હતા. શહીદ સૈનિકોના પરિવારોએ વહીવટીતંત્રને અપીલ કરી છે કે જ્યાં સુધી મિશન પૂરું ન થાય ત્યાં સુધી તેઓ અટકે નહીં. રક્ષા મંત્રીએ ખાતરી આપી કે અમેરિકા સૈનિકોના બલિદાનનું સન્માન કરશે અને પોતાનું લક્ષ્ય પૂરું કરીને જ રહેશે.
લાંબા યુદ્ધની અટકળો પર મીડિયા પર નિશાન
મીડિયામાં ચાલી રહેલી લાંબા યુદ્ધની ચર્ચાઓને ફગાવતા હેગસેથે સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષ કોઈ “અંતહીન ખાઈ” કે “ક્યારેય ન પૂરા થનારા યુદ્ધ”માં ફેરવાશે નહીં. તેમણે મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે આવી વાતો સચ્ચાઈથી ઘણી દૂર છે.
‘અમેરિકાના લક્ષ્યો બિલકુલ યોજના મુજબ’
રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પ્રથમ દિવસથી જ અમેરિકાના લક્ષ્યો બદલાયા નથી અને બધું જ ‘યોજના મુજબ’ ચાલી રહ્યું છે. અમેરિકાના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે:
ઈરાનના મિસાઈલ લોન્ચરોને નષ્ટ કરવા.
તેના સંરક્ષણ-ઔદ્યોગિક પાયાને ખતમ કરવો.
ઈરાની નૌકાદળને નિષ્ક્રિય કરવું.
અને સૌથી મહત્વપૂર્ણ- એ સુનિશ્ચિત કરવું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન મેળવી શકે.
આ પણ વાંચો: ઈરાનના હુમલામાં USના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને નુકસાન,ઇમરજન્સી લેન્ડિંગ

