અમદાવાદ સરખેજની જામીઆ ઇબ્ને અબ્બાસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગત ૪ નવેમ્બરના રોજ એક ઉત્સાહસભર અને આનંદદાયક પીકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દિનચર્યાના અભ્યાસમાંથી રાહત મેળવીને કુદરતી વાતાવરણમાં હરવા-ફરવા અને આનંદ માણવા માટે ઉત્સુક હતા, જેને ધ્યાનમાં રાખીને આ વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા નજીક પ્રકૃતિના ખોળે વિકસિત થયેલ ‘કેમ્પ યુનિટી’ (Camp Unity) ખાતે શાળાના બાળકો માટે શૈક્ષણિક, મનોરંજક અને એડવેન્ચરથી ભરપૂર વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આજના યાંત્રિક યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથેસાથે ખુલ્લા આકાશ નીચે કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવા માટે આ કેમ્પ ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહ્યો છે.
શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આ પેકેજમાં ફાર્મ ટ્રેકિંગ, બર્ડ વોચિંગ (પક્ષીદર્શન), નેચર એજ્યુકેશન અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન જેવી પ્રવૃત્તિઓ સામેલ છે, જેનાથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે છે.

આ સુંદર અને સફળ આયોજન પાછળ જાવેદ શેખની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, જેમણે બાળકો માટે આ પ્રવાસને યાદગાર બનાવવા માટે તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે સંભાળી હતી.

Jamia Ibne Abbas School Picnic: બાળકો માટે યાદગાર બની પીનિકની ક્ષણો
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રમતો, મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીને ભરપૂર મસ્તી કરી હતી. શાળાના બાળકોએ આ પ્રવાસનો ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકાર કર્યો હતો અને મિત્રો સાથે વિતાવેલી આ ક્ષણો તેમના માટે હંમેશાં યાદગાર બની રહી છે. વાલીઓ અને શાળાના સંચાલકો દ્વારા પણ જાવેદ શેખના આ ઉમદા પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.

