Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે લોકોની કોઈપણ મુશ્કેલીમાં ઇકબાલ શેખ ખડેપગે હાજર થઈ જાય છે. ગોમતીપુર વિસ્તાર સહિતના દરેક મહત્વના મુદ્દા કોર્પોરેશન બોર્ડમાં ઉઠાવીને ધારદાર રજૂઆત કરે છે.

Gomtipur Councillor Iqbal Sheikh : સેવાભાવી કાઉન્સિલર
ઇકબાલ શેખની સેવાની સરવાણી માત્ર આરોગ્ય કે ઇમરજન્સી પૂરતી જ સીમિત નથી, પરંતુ વિસ્તારના સામાજિક ઉત્થાન અને પાયાની માળખાકીય સુવિધાઓ સુધી વિસ્તરેલી છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો પર દીકરીના લગ્નનો આર્થિક બોજ ન પડે તે માટે તેઓ ‘સમૂહ લગ્ન’ ના આયોજનમાં હંમેશા અગ્રેસર રહે છે એટલું જ નહીં, છેવાડાના અને અભણ લોકોને ‘સરકારી યોજનાઓ’ નો સીધો લાભ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિધવા સહાય, આયુષ્માન કાર્ડ કે રેશનકાર્ડને લગતી સમસ્યાઓ હોય, તેમના માર્ગદર્શન હેઠળ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. એક કાઉન્સિલર તરીકે ગોમતીપુર જેવા ગીચ વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તાઓનું નવીનીકરણ કરાવવું હોય કે પછી ચોમાસામાં માથાના દુખાવા સમાન ગટર અને પીવાના પાણીની જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હોય, ઇકબાલ શેખ અંગત રસ દાખવીને કોર્પોરેશનના અધિકારીઓ પાસે આ કામો તાત્કાલિક ધોરણે મંજૂર કરાવીને પાર પાડે છે. સામાજિક કાર્યો અને વિસ્તારના વિકાસનો આ અદભુત સમન્વય જ તેમને ગોમતીપુરના એક સાચા લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરે છે.

સર્વધર્મ સમભાવની નીતિ
રાજકારણમાં મોટેભાગે પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણીઓ લડાતી હોય છે, પરંતુ ઇકબાલ શેખ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે તે ગૌણ બાબત છે. તેમની એક ઉમદા વ્યક્તિ તરીકેની આગવી શાખ અને છબી જ તેમની સાચી ઓળખ છે. તેઓ ‘સર્વધર્મ સમભાવ’ ની નીતિને વરેલા છે. તેમના માટે માનવતા જ સૌથી મોટો ધર્મ છે, અને તેથી જ તેઓ હિન્દુ, મુસ્લિમ કે અન્ય કોઈપણ ધર્મના લોકોની સેવા કરવા હંમેશા તત્પર રહે છે. તમામ ધર્મના આગેવાનો સાથે હળીમળીને કામ કરવાની તેમની આગવી પદ્ધતિ તેમને ખરા અર્થમાં એક સેક્યુલર અને લોકપ્રિય નેતા બનાવે છે.
24 કલાક લોકોની વચ્ચે રહેવાની કાર્યપદ્ધતિ
લોકોના કામ કરવાની તેમની પદ્ધતિ 24 કલાક સેવા આપવાની છે. મધરાતે કોઈને હોસ્પિટલની ઈમરજન્સી હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય કે પછી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની હોય, તેઓ રાત-દિવસ જોયા વિના દોડી જાય છે. એક સેવાભાવી નેતાની તેમની આ જ ઓળખ તેમને લોકોના હૃદયમાં સ્થાન અપાવે છે.

75 વખત રક્તદાન, 16 બ્લડ કેમ્પનું આયોજન
એક જાગૃત નાગરિક તરીકે તેમણે સમાજમાં રક્તદાનનું ખૂબ મોટું અને પ્રશંસનીય અભિયાન ચલાવ્યું છે. ખાસ કરીને મુસ્લિમ સમાજમાં તેમણે 16 જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરાવ્યું છે. એટલું જ નહીં, પોતે અત્યાર સુધીમાં 75 વખત રક્તદાન કરીને સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સેવાભાવી અને કર્મનિષ્ઠ ઇકબાલ શેખ આગામી ચૂંટણીમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) ના પ્લેટફોર્મ પરથી મેદાને ઉતરી રહ્યા છે. પરંતુ ગોમતીપુરની જનતા માટે તેઓ પહેલા પણ ‘108’ હતા અને આજે પણ રહેશે, કારણ કે બોલતા કામ અને નિઃસ્વાર્થ સેવા જ તેમની અસલી ઓળખ છે.
આ પણ વાંચો: કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

