Women Mosque Entry Case: મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ [Mosque Entry] અને નમાઝ અદા કરવાના અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં [Supreme Court] ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહે [Justice Ahsanuddin Amanullah] એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સીજેઆઈ સૂર્યકાંતની [CJI Suryakant] અધ્યક્ષતાવાળી નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ [Constitutional Bench] સમક્ષ તેમણે સ્પષ્ટ કર્યું કે, પયગંબરના સમયથી જ ઇસ્લામમાં મહિલાઓના મસ્જિદ પ્રવેશ પર કોઈ રોક નહોતી. જોકે, તેમણે ઉમેર્યું કે નમાઝ પઢવાની પદ્ધતિ અને તેના નિયમો ઇસ્લામિક રીતિ-રિવાજો દ્વારા સંચાલિત થાય છે.
મસ્જિદ ઇસ્લામનો અભિન્ન અંગ છે (Women Mosque Entry Case)
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ [All India Muslim Personal Law Board] વતી હાજર રહેલા વરિષ્ઠ અધિવક્તા એમઆર શમશાદે [Advocate MR Shamshad] દલીલ કરી હતી કે ૧૯૯૪ ના સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને રદ કરવો જોઈએ જેમાં મસ્જિદને ઇસ્લામ માટે અનિવાર્ય ગણવામાં આવી નહોતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મસ્જિદ મુસ્લિમ આસ્થાનું કેન્દ્ર છે અને તમામ ધાર્મિક પ્રથાઓ તેની સાથે જોડાયેલી છે. તેમણે તર્ક આપ્યો કે નમાઝ ખુલ્લામાં પઢી શકાય છે એટલે મસ્જિદ જરૂરી નથી, તે માપદંડ જ મૂળભૂત રીતે ખોટો છે.
મહિલાઓના ઘરે નમાઝ પઢવા પાછળનું સામાજિક કારણ (Justice Amanullah on Women’s Prayer)
જસ્ટિસ અમાનુલ્લાહે ચર્ચા દરમિયાન એક વ્યવહારુ પાસા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ઇસ્લામમાં મહિલાઓને ઘરે નમાઝ પઢવાની પ્રાથમિકતા આપવા પાછળનું એક કારણ બાળકોની સંભાળ [Child Care] પણ હોઈ શકે છે. જો ઘરના તમામ પુખ્ત સભ્યો મસ્જિદ જાય તો બાળકોની સંભાળ કોણ રાખશે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલાઓ માટે અલગ સ્થાનની વ્યવસ્થા એ ૧૨૦૦ વર્ષથી ચાલી આવતી પ્રથાનો ભાગ છે.
પ્રથાઓ અને સમાનતાનો વિવાદ (Tradition vs Equality in Prayer)
એડવોકેટ શમશાદે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મસ્જિદમાં મહિલાઓ માટે અલગ સ્થાન ઉપલબ્ધ કરાવવાની પ્રથા પર ન્યાયાલય પ્રશ્ન ઉઠાવી શકે નહીં. તેમણે કહ્યું કે મહિલાઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ ઘરે નમાઝ અદા કરે. બીજી તરફ, મસ્જિદમાં મહિલાઓ સાથે સમાન વ્યવહાર [Equal Treatment] અને આગળની હરોળમાં સ્થાનની માંગ કરતી અરજીઓ અંગે તેમણે કહ્યું કે આવી કોઈ વિભાવના કુરાનમાં [Quran] આપવામાં આવી નથી.
આ પણ વાંચો: ગુજરાત RTE પ્રવેશ 2026-27: 2.49 લાખ ફોર્મ ભરાયા, જાણો વિગત

