અમદાવાદ સહિત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી SOP જાહેર: રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડા મુક્ત બનાવવા કડક નિયમો

Gujarat Municipal Corporation Road SOP

Gujarat Municipal Corporation Road SOP: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર કાયમી નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવી અને વિસ્તૃત એસઓપી (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા અનુસાર, હવેથી ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ફરજિયાતપણે તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે. રસ્તાના બાંધકામની ઉચ્ચ ગુણવત્તા, સમયસર સમારકામ તેમજ રાહદારીઓ, સાઇકલચાલકો અને દિવ્યાંગજનો સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓની સલામતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

નજીકના ભવિષ્યમાં રસ્તાઓની જાળવણી વધુ પારદર્શક બને તે માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અનુસાર, કોંક્રિટ રોડની તૂટેલી સપાટીની મરામત 15 દિવસમાં અને નાના પેચવર્કનું કામ 30 દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે. આ ઉપરાંત, નાગરિકો માટે જોખમી બનેલા રસ્તાઓનું સમારકામ માત્ર 48 કલાકની અંદર જ પૂર્ણ કરવું પડશે અને કામ પૂર્ણ થયા બાદ 72 કલાકની અંદર તેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. સમારકામ દરમિયાન સ્થળ પર બેરિકેડિંગ કરવું પણ અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.

Gujarat Municipal Corporation Road SOP: ટેકનોલોજીના ઉપયોગ અને સક્ષમ અધિકારીઓની મંજૂરી ફરજિયાત

ડામરના હોટમિક્સથી રસ્તા બનાવતા પહેલાં કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટે ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેનો પ્લાન રજૂ કરવો પડશે અને સક્ષમ અધિકારીની મંજૂરી બાદ જ કામગીરી શરૂ થઈ શકશે. ખાડાના સમારકામ માટે યોગ્ય બિટુમિન ઇમલ્શન તેમજ કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન અને ઇન્ફ્રારેડ રિસાયક્લિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. આ પહેલથી રાજ્યના શહેરોમાં માર્ગ સુવિધાઓ વધુ મજબૂત અને સુરક્ષિત બનશે.રાજ્ય સરકાર દ્વારા એક નવી અને વિસ્તૃત એસઓપી (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા અનુસાર, હવેથી ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ફરજિયાતપણે તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે. રસ્તાના બાંધકામની ઉચ્ચ ગુણવત્તા, સમયસર સમારકામ તેમજ રાહદારીઓ, સાઇકલચાલકો અને દિવ્યાંગજનો સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓની સલામતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *