Makkah Tour Travels Umrah Pilgrims Safe Return: યમન અને સાઉદી અરેબિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી ભયજનક પરિસ્થિતિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉમરાહ યાત્રાળુઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મક્કા ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા અદભુત માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા પોતાના તમામ ઉમરાહ યાત્રાળુઓને હેમખેમ અને સુરક્ષિત રીતે વતન ભારત પરત લાવવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિકટ સમયમાં જેદ્દાહ ખાતે આવેલા ભારતીય કોન્સ્યુલેટનો સતત સંપર્ક કર્યો હતો પરંતુ યુદ્ધ સ્થિતમાં વિલંબ થઇ રહ્યું હતું તેથી યાત્રાળુઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મક્કા ટૂર એન્ડ ટ્રાવેલ્સે તમામ પડકારો વચ્ચે સાઉદી સરકાર સાથે સંકલન સાધીને સાઉદી એરલાઈન્સનું ચાર્ટર પ્લેન બુક કર્યું હતું. આ ચાર્ટર પ્લેન મારફતે મદીનાથી તમામ યાત્રાળુઓને સફળતાપૂર્વક તેમના વતન ભારતમાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે.
Makkah Tour Travels Umrah Pilgrims Safe Return: “નફા કે નુકસાન કરતાં યાત્રાળુઓની સલામતી વધુ મહત્વની”
ટ્રાવેલ્સ સંચાલકોએ ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું હતું કે, “આ ફક્ત અમારા ગ્રાહકો નથી, પરંતુ અલ્લાહના મહેમાનો છે. કેટલીક માતાઓ તેમના પુત્રોની રાહ જોઈ રહી છે, કેટલાક બાળકો તેમના પિતાની રાહ જોઈ રહ્યા છે, અને અસંખ્ય પરિવારો પોતાના પ્રિયજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.” વ્યવસાયિક નફા કે નુકસાનથી ઉપર ઉઠીને માનવતાના ધોરણે લેવાયેલા આ પગલાથી યાત્રાળુઓના પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ટ્રાવેલ્સની આ જવાબદારીપૂર્વકની કામગીરીની ચારેયકોર પ્રશંસા થઈ રહી છે.

