ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026: શહેરી વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો 15 મનપાના લેટેસ્ટ અપડેટ

Gujarat Municipal Corporation Election Results

Gujarat Municipal Corporation Election Results: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Local Body Election] ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી [Bharatiya Janata Party – BJP] એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં ભાજપનું એકહથ્થું શાસન યથાવત રહ્યું હોય તેવા વરતારા મળી રહ્યા છે. અમદાવાદ [Ahmedabad] ના અસારવા વોર્ડમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે, જ્યારે બાપુનગરમાં પેનલ તૂટી છે, જ્યાં ભાજપના 3 અને કોંગ્રેસ [Congress] ના 1 ઉમેદવાર વિજેતા બન્યા છે.

બિનહરીફ બેઠકો અને નડિયાદ-વડોદરાની સ્થિતિ (Gujarat Municipal Corporation Election Results)

રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપના 43 ઉમેદવારો અગાઉ જ બિનહરીફ [Unopposed] જાહેર થઈ ચૂક્યા છે. નડિયાદ [Nadiad] મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 6 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે. વડોદરા [Vadodara] માં પણ વોર્ડ 4, 7 અને 13 માં ભાજપની પેનલ જીતી છે, જ્યારે વોર્ડ 16 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી છે.

જામનગર, ભાવનગર અને વાપીના સમીકરણો (Jamnagar and Bhavnagar Election Update)

જામનગરમાં [Jamnagar] 64 માંથી 17 બેઠકો પર ભાજપે કબજો જમાવી દીધો છે. ભાવનગર [Bhavnagar] માં પ્રથમ બે કલાકમાં 52 માંથી 16 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. વાપી [Vapi] મહાનગરપાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે, જોકે અહીં વોર્ડ 10 માં કોંગ્રેસ અને વોર્ડ 12 માં અપક્ષ [Independent] પેનલનો વિજય થયો છે.

ગાંધીધામ અને ભુજની સ્થિતિ (Gandhidham and Bhuj Poll Results)

કચ્છના ગાંધીધામ [Gandhidham] માં ભાજપ 17 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર સમેટાઈ છે. ભુજ [Bhuj] નગરપાલિકાની 44 બેઠકોમાં ભાજપને 22 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે, જ્યારે અહીં AIMIM એ પણ 3 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે.

આ પણ વાંચો: અમદાવાદ ચૂંટણી પરિણામ: નવરંગપુરા, ગોતા અને જોધપુરમાં ભાજપની જીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *