Gujarat Local Body Election Results 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Election 2026] ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. આ વખતે જનતાએ માત્ર પક્ષ નહીં, પણ ચહેરાઓને જોઈને મતદાન કર્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા સ્ટાર્સે રાજકીય મેદાનમાં બાજી મારી છે, જ્યારે પૂર્વ આઈપીએસ [Former IPS] અને પૂર્વ ધારાસભ્યો જેવા દિગ્ગજોને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા સ્ટાર્સનો દબદબો (Gujarat Local Body Election Results 2026)
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે [Ankita Parmar] વિવાદો વચ્ચે પણ શાનદાર જીત મેળવી છે. તેવી જ રીતે, જાણીતી લોકગાયિકા રાજલ બારોટ-બાંભણીયાએ [Rajal Barot] ઉના નગરપાલિકામાંથી ૨૩૧૩ મતો સાથે સફળ રાજકીય ડેબ્યુ કર્યું છે. અભિનેત્રી નેહા સુથારે [Neha Suthar] વિજાપુરની કુદેડા બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે સુરત મનપામાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ [Kavya Kathiriya] જીત મેળવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ખેડૂત આગેવાન રાજુ કરપડાએ [Raju Karapada] પણ મૂળી-૨ બેઠક પર કેસરીયો લહેરાવ્યો છે.
દિગ્ગજો અને મોટા માથાઓની આંચકાજનક હાર (Shocking Defeat of Veterans and Big Names)
બીજી તરફ, અનેક જાણીતા ચહેરાઓને જનતાએ નકારી દીધા છે. નિવૃત્તિ પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ મનોજ નિનામાનો [Manoj Ninama] શામળાજીની ઓડ બેઠક પર ૨૭૦૦ મતોથી પરાજય થયો છે. આપ [AAP] માંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને [Bhupat Bhayani] પણ હારનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા [Nayanaba Jadeja] અને જાણીતા રેડિયો જોકી આરજે આભા [RJ Abha] પણ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. લાઠીમાં લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેર [Sonal Der] પણ પરાજિત થયા છે.
આ પણ વાંચો: સુરત ચૂંટણી પરિણામ: AAP ના મનોજ સોરઠિયાની કારમી હાર

