હાડગુડમાં બાળકોનું મેદાન બચાવવા ગ્રામજનોનો વિરોધ: પંચાયત ભવનનું સ્થળ બદલવાની ઉગ્ર માગ

Hadgud Panchayat Bhavan : આણંદ (Anand) તાલુકાના હાડગુડ (Hadgud) ગામમાં નવા પંચાયત ભવનના (Panchayat Bhavan) નિર્માણ સ્થળને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટાયેલી બોડી દ્વારા જે ખુલ્લી જગ્યામાં નવું પંચાયત ઘર બનાવવાનો નિર્ણય લેવાયો હતો, તેનો ગ્રામજનોએ (Villagers) સખત વિરોધ કર્યો છે. ગ્રામજનોની મુખ્ય ચિંતા એ છે કે જો આ નવી જગ્યાએ પંચાયત ભવન બનશે, તો ગામની શાળાના બાળકોએ (School Children) પોતાનું રમતનું મેદાન (Playground) કાયમ માટે ગુમાવવું પડશે. ગ્રામજનોએ આ મામલે લેખિત રજૂઆત કરી હતી.

Hadgud Panchayat Bhavan:રમતનું મેદાન ગુમાવવાનો ડર અને ટ્રાફિકની સમસ્યા

રાજ્ય સરકારની (State Government) વર્ષ ૨૦૨૫-૨૬ ની ગ્રાન્ટમાંથી ગામમાં નવું પંચાયત ભવન મંજૂર થયું છે. જૂની જગ્યા નાની પડતી હોવાથી બોડીએ નવી ખુલ્લી જગ્યા પસંદ કરી હતી. પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ નવું સ્થળ ગામની મધ્યમાં અને મુખ્ય માર્ગ (Main Road) પર આવેલું છે. આ મેદાન શાળાના બાળકો માટે રમતગમતનું એકમાત્ર સાધન છે. અહીં બાંધકામ (Construction) થવાથી બાળકોના શારીરિક વિકાસ અને શૈક્ષણિક વાતાવરણ પર માઠી અસર પડશે. આ ઉપરાંત, મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા (Traffic Problem) પણ વકરશે.

જૂની જગ્યાએ જ નવું ભવન બનાવવાની માંગ

ગ્રામજનોએ ભૂતકાળની ભૂલ યાદ અપાવતા કહ્યું કે, અગાઉ જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Centre) પાસે લાખો રૂપિયાના ખર્ચે પંચાયત ભવન બનાવાયું હતું, જેનો આજદિન સુધી કોઈ જ ઉપયોગ થયો નથી અને તે ખંડેર બની ગયું છે. તેથી, નવી જગ્યા બગાડવાને બદલે, હાલની કાર્યરત પંચાયત ઓફિસનું જ ડિમોલિશન (Demolition) કરીને ત્યાં જ એક નવું અને આધુનિક ભવન (Modern Building) બનાવવું જોઈએ.

ગ્રામજનોની ઈચ્છા સર્વોપરી રહેશે: સરપંચની ખાતરી (Sarpanch Decision)

ગ્રામજનોના સખત વિરોધ અને બાળકોના ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને હાડગુડના સરપંચે (Sarpanch) મોટો નિર્ણય લીધો છે. સરપંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “ચૂંટાયેલી બોડીએ નવા સ્થળે મકાન બનાવવાની લીલી ઝંડી આપી હતી. પરંતુ હવે જ્યારે ગ્રામજનો જ તેનો વિરોધ કરી રહ્યા છે, તો ગ્રામજનોની ઈચ્છા સર્વોપરી (Paramount) બની રહેશે. ગ્રામજનોની માંગને માન આપીને નવા પંચાયત ભવનના નિર્માણનું સ્થળ બદલવામાં

આવશે.”

અહેવાલ: અઝહર સૈયદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *