ગુજરાતમાં અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

Unseasonal Rain in Gujarat

Unseasonal Rain in Gujarat : ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળવારે 5 મેના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના (North and Central Gujarat) અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો હતો. ભુજ-અંજાર સહિતના કચ્છના વિસ્તારોમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે અમદાવાદમાં રાત્રે મિનિ વાવાઝોડા (Mini Cyclone) જેવી સ્થિતિ જોવા મળી હતી.

Unseasonal Rain in Gujarat : અમદાવાદમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદ

અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળ્યો હતો. એસજી હાઈવે (SG Highway), મકરબા સહિતના અનેક વિસ્તારોમાં સુસવાટા મારતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી.

કચ્છમાં કરાં પડ્યા, અમરેલીમાં કેરીના પાકને નુકસાનની ભીતિ

 કચ્છમાં (Kutch) મોડી સાંજે ભુજ, અંજાર, હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. અમુક સ્થળોએ તો ભારે પવન સાથે કરાં (Hailstorm) પણ પડ્યા હતા. આ ઉપરાંત ભચાઉના કડોલ, માય અને લાખાવટમાં પણ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં અમરેલીના (Amreli) ખાંભા ગીર અને ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં પ્રખ્યાત ગીરની કેરીના પાકને (Mango Crop) ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ માવઠું

અરવલ્લીના (Aravalli) મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના (Mahisagar) કડાણા, ખાનપુર પંથક, ગોધર ઉતર અને સરસવા સહિતના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. દાહોદ (Dahod) જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

IMD ની આગાહી: 13 થી વધુ જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 13 થી વધુ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવા અને હળવા કમોસમી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે જળસમાધિની હચમચાવી દેતી ઘટનાઓ: વડોદરાના કોટના બીચ અને દાહોદના ટાંડી ડેમમાં ત્રણ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *