NCRB Report : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો [National Crime Records Bureau] એટલે કે NCRB દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” [Crime in India] પુસ્તકના આધારે વર્ષ 2024 ના ગુનાહિત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે બનેલી કેટલીક ઘટનાઓને લઈને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની [Law and Order] સ્થિતિ પર સવાલો ઉભા થયા હતા, પરંતુ આ સત્તાવાર આંકડાઓએ સાબિત કરી દીધું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ખૂબ જ સુદ્રઢ અને સુરક્ષિત છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાના મામલે ગુજરાતે દેશમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
NCRB Report દારૂબંધીના કેસો અલગ કરતા ગુજરાતનો વાસ્તવિક ક્રાઈમ રેટ અત્યંત નીચો
NCRB ના સત્તાવાર ડેટા મુજબ, સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ [National Crime Rate] 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ 227.7 નોંધાયો છે. દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે છે. આંકડા પાછળનું મોટું સત્ય એ છે કે ગુજરાતમાં દારૂબંધી [Liquor Ban] અમલમાં હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા લાખો કેસોનો સમાવેશ પણ કુલ ગુનાઓમાં થાય છે. જો આ દારૂબંધીના કેસોને કાઢી નાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત IPC/BNS ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો જોવા મળે છે.
હિંસાત્મક અને મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓમાં ગુજરાત મોખરે
રિપોર્ટના આંકડાઓ મુજબ, મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર રાષ્ટ્રીય સ્તરે 64.6 છે, જ્યારે ગુજરાતમાં તે માત્ર 22.0 (દેશમાં 33મું સ્થાન) છે. બાળકો વિરૂદ્ધના ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાત 25.8 સાથે 29મા ક્રમે છે. ખૂન, બળાત્કાર, અપહરણ અને લૂંટ જેવા ગંભીર અને હિંસાત્મક ગુનાઓમાં [Violent Crimes] રાષ્ટ્રીય સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો રેટ માત્ર 16.5 જ રહ્યો છે. બળાત્કારના ગુનામાં દેશનો દર 4.3 છે જ્યારે ગુજરાતનો દર માત્ર 1.9 છે. મિલકત વિરૂદ્ધના ગુનાઓમાં પણ ગુજરાત નોંધપાત્ર રીતે સુરક્ષિત સાબિત થયું છે.

