Gujarat FDCA Pharmacy Raid : ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવતી પ્રતિબંધિત અને શેડ્યૂલ-એચ (Schedule-H) હેઠળ આવતી માનસિક અસરો કરતી દવાઓના ગેરકાયદેસર વેચાણ વિરૂદ્ધ રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અન્વયે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી એક વિશેષ મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન નિયમોનું ભયંકર ઉલ્લંઘન કરનારી 72 ફાર્મસીઓ અને મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક અસરથી સીલ કરીને તેમના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
Gujarat FDCA Pharmacy Raid : નશા માટે દુરુપયોગ થતી દવાઓના નેટવર્ક પર ત્રાટક્યું તંત્ર
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ મેગા ઓપરેશનની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, બજારમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી આદત ધરાવતી (Habit-forming) અને કેફી દવાઓનું ગેરકાયદે ખરીદ-વેચાણ વધી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ નેટવર્કને તોડવા માટે FDCA ની ટીમોએ સમગ્ર ગુજરાતમાં અચાનક દરોડા પાડ્યા હતા.
તંત્ર દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કેટેગરીની દવાઓના સ્ટોક અને બિલિંગ પર કડક નજર રાખવામાં આવી હતી:
-
કોડીન (Codeine )
-
અલ્પ્રાઝોલમ (Alprazolam)
-
નાઇટ્રાઝેપામ (Nitrazepam)
-
ટ્રામાડોલ (Tramadol)
-
ઝોલપીડેમ (Zolpidem)
208 દુકાનો પર સઘન ચેકિંગ
આ વિશેષ ઝુંબેશ હેઠળ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં આવેલી કુલ 208 ફાર્મસીઓ અને હોલસેલ-રિટેલ કેમિસ્ટ દુકાનો પર ડ્રગ ઇન્સ્પેક્ટરોના કાફલા દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોટાભાગની પેઢીઓમાં સ્ટોકના હિસાબો, ખરીદીના બિલો અને પ્રિસ્ક્રિપ્શન વેરિફિકેશનમાં ગંભીર વિસંગતતાઓ અને લોચા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે આ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન નિયમોનું ભયંકર ઉલ્લંઘન કરનારી 72 ફાર્મસીઓ અને મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક અસરથી સીલ કરીને તેમના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.હવે આ મામલે સરકરા એકશનમાં જોવા મળી રહી છે. 72 ફાર્મસીઓ અને મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક અસરથી સીલ કરીને તેમના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.હવે સરકારે આવી દુકાનો સામે લાલ આંખ કરી છે.
આ પણ વાંચો: ગુનાખોરી નાબૂદ કરવા DGP જી. એસ. મલિકનો એક્શન પ્લાન, ખાનગી કેમેરા બનશે હથિયાર

