એલન મસ્ક બન્યા દુનિયાના પહેલા ટ્રિલિયોનર, સંપત્તિ અનેક દેશોની કુલ GDP કરતાં પણ વધી ગઈ!

Trillionaire Elon Musk

Trillionaire Elon Musk : વૈશ્વિક શેરબજાર અને બિઝનેસ જગતના ઇતિહાસમાં શુક્રવારે (૧૨ જૂન ૨૦૨૬) એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પ્રકરણ લખાયું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની (Elon Musk) સ્પેસ અને રોકેટ કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX) એ અમેરિકાના નાસ્ડેક (Nasdaq) સ્ટોક એક્સચેન્જ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) લિસ્ટ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ આઈપીઓ લિસ્ટિંગની સાથે જ એલન મસ્ક સત્તાવાર રીતે દુનિયાના ઇતિહાસમાં સૌથી પહેલા  ટ્રિલિયોનર’ (World’s First Trillionaire) બની ગયા છે, જેમના નામે ૧ લાખ કરોડ ડોલર (આશરે ₹૯૧ લાખ કરોડ રૂપિયા) થી વધુની સંપત્તિ નોંધાઈ છે.

Trillionaire Elon Musk : સાઉદી અરામકોનો રેકોર્ડ તૂટ્યો: $75 બિલિયનનું ઐતિહાસિક ફંડિંગ 

લાઇવ હિન્દુસ્તાન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલો મુજબ, સ્પેસએક્સ (જે નાસ્ડેક પર SPCX ટીકર હેઠળ ટ્રેડ થઈ રહી છે) એ તેના આઈપીઓ માટે પ્રતિ શેર $135 ની કિંમત નક્કી કરી હતી, જેના દ્વારા કંપનીએ બજારમાંથી રેકોર્ડબ્રેક $75 બિલિયન (આશરે ₹૬.૨ લાખ કરોડ) એકઠા કર્યા છે. આ સાથે જ સ્પેસએક્સે વર્ષ ૨૦૧૯ માં સાઉદી અરેબિયાની ઓઇલ કંપની સાઉદી અરામકો દ્વારા કરાયેલા $૨૯.૪ બિલિયનના લિસ્ટિંગના વર્લ્ડ રેકોર્ડને બહુ મોટા માર્જિનથી તોડી નાખ્યો છે.

નાસ્ડેક પર ટ્રેડિંગની શરૂઆત થતાં જ રોકાણકારોના ભારે ઉત્સાહને કારણે સ્પેસએક્સનો શેર ૧૧% પ્રીમિયમ સાથે $150 પર લિસ્ટ થયો હતો અને થોડી જ મિનિટોમાં તે ૨૫% ના ઉછાળા સાથે $168 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. આ જોરદાર તેજીના કારણે પ્રથમ દિવસે જ સ્પેસએક્સની કુલ માર્કેટ વેલ્યુએશન (બજાર મૂલ્ય) $2 ટ્રિલિયન (૨ લાખ કરોડ ડોલર) નો આંકડો પાર કરી દીધો છે. હવે તે અમેરિકાની છઠ્ઠી સૌથી મૂલ્યવાન પબ્લિક લિસ્ટેડ કંપની બની ગઈ છે, જે માત્ર એનવીડિયા, આલ્ફાબેટ, એપલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોનથી જ પાછળ છે.

એલન મસ્ક અને સ્પેસએક્સ આઈપીઓનું  ગણિત 

સ્પેસએક્સના આ રેકોર્ડબ્રેક પર્ફોર્મન્સને કારણે એલન મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં કરોડો ડોલરનો તોતિંગ વધારો થયો છે. ફોર્બ્સ અને બ્લૂમબર્ગ રિયલ-ટાઇમ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હવે $1.1 ટ્રિલિયન (૧.૧ લાખ કરોડ ડોલર) એ પહોંચી ગઈ છે. બીજા નંબરે રહેલા ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજની સંપત્તિ ($૩૦૪ બિલિયન) કરતાં મસ્કની સંપત્તિ હવે ત્રણ ગણી વધારે છે.

આ પણ વાંચો: ​Breaking News: ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવમાં ભડકો, સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *