બોલરનો અદભૂત રેકોર્ડ: સતત 6 બોલમાં 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ

Rohan Cricketer 6 Wickets

Rohan Cricketer 6 Wickets : ક્રિકેટના મેદાન પર અવારનવાર અનેક રેકોર્ડ બનતા હોય છે, પરંતુ ઇંગ્લેન્ડના એક 9 વર્ષના બાળકે જે સિદ્ધિ હાંસલ કરી છે તે સમગ્ર વિશ્વને ચોંકાવી દેનારી છે. ઇંગ્લેન્ડના ગ્રેટ શેલ્ફોર્ડ ક્રિકેટ ક્લબની અંડર-9 ટીમ તરફથી રમતા રોહને એક સ્થાનિક મેચમાં એક જ ઓવરમાં સતત 6 વિકેટ ઝડપીને ક્રિકેટની દુનિયામાં નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

Rohan Cricketer 6 Wickets : ડબલ હેટ્રિક 

બીબીસીના અહેવાલ અનુસાર, રવિવારે હિસ્ટન સામેની મેચમાં રોહને પોતાની બોલિંગનો જાદુ ચલાવ્યો હતો. તેણે આખી ઓવરમાં એક પણ રન આપ્યા વગર સતત છ બોલમાં છ બેટ્સમેનોને આઉટ કરીને ડબલ હેટ્રિક પૂરી કરી હતી. આ કમાલના પ્રદર્શનને કારણે તેની ટીમ ‘ગ્રેટ શેલ્ફોર્ડ’ હિસ્ટનને 26 રનથી હરાવવામાં સફળ રહી હતી.

‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે સન્માનિત

પોતાની આ સિદ્ધિ અંગે વાત કરતા રોહને જણાવ્યું હતું કે, એક ઓવરમાં સતત છ વિકેટ લેવાની અનુભૂતિ અત્યંત ખાસ હતી અને આ ઉજવણી તે ક્યારેય ભૂલી શકશે નહીં. તેણે વધુમાં કહ્યું કે, આવી ઘટના ક્રિકેટમાં ખૂબ જ દુર્લભ છે અને ભાગ્યે જ જોવા મળે છે. મેચમાં શાનદાર પ્રદર્શન માટે રોહનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને મેચ બોલ ભેટ આપવામાં આવ્યો હતો.

પિતા અને કોચ તરફથી મળી પ્રશંસા

રોહનની આ સફળતા બાદ તેના પિતા નારાયણ, ટીમના કોચ અને મેચના અમ્પાયરે પણ તેની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રોહન પોતાની સ્કૂલ ટીમ અને ગ્રેટ શેલ્ફોર્ડ ક્લબ બંને માટે રમે છે. એક નાનકડા ક્રિકેટરે પોતાની બોલિંગથી જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે, તે ચોક્કસપણે આવનારા સમયમાં આ બાળક માટે ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે.

આ પણ વાંચો: FIFA World Cup 2026 : લિયોનેલ મેસ્સીની ઐતિહાસિક હેટ્રિક, આર્જેન્ટિનાની જીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *