બ્રિટન: કેમ્બ્રિજશાયરમાં હિંદુ મંદિરની યોજનાને ઝટકો, કાઉન્સિલે જમીન ચર્ચને સોંપી

Cambridgeshire Council hindu:

Cambridgeshire Council hindu: બ્રિટનના કેમ્બ્રિજશાયર સ્થિત નોર્થસ્ટો શહેરમાં એક ભવ્ય હિંદુ મંદિર બનાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે મંદિર માટે માંગવામાં આવેલી જમીન હિંદુ સંગઠનને આપવાને બદલે ચર્ચના નેતૃત્વ હેઠળના એક પ્રોજેક્ટને આપવાનો નિર્ણય લીધો છે.

Cambridgeshire Council hindu:  શું છે સમગ્ર મામલો?

નોર્થસ્ટો શહેરમાં સ્થાનિક હિંદુઓ દ્વારા ‘હિંદુ સમાજ નોર્થસ્ટો’ (HSN) નામની એક ચેરિટી બનાવીને એક જમીન પર મંદિર અને વેલનેસ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ જમીન ૯૯૯ વર્ષની લાંબી લીઝ પર મેળવવા માટે હિંદુ સંગઠન પ્રયત્નશીલ હતું. જોકે, કાઉન્સિલે આ જમીન ‘નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક’ (NCN) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નવા પ્રોજેક્ટમાં ચર્ચની સાથે સ્થાનિક મુસ્લિમ સમુદાય માટે કાયમી નમાજ પઢવાની જગ્યા અને એક શિક્ષણ કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મૂલ્યાંકનમાં હિંદુ સંગઠનને મળ્યા ઓછા માર્ક્સ

કાઉન્સિલની તપાસ સમિતિ દ્વારા બંને સંગઠનોના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું:

  • ‘નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક’ (NCN) ના પ્રસ્તાવને ૮૧% માર્ક્સ મળ્યા હતા.

  • ‘હિંદુ સમાજ નોર્થસ્ટો’ (HSN) ના પ્રસ્તાવને ૬૫% માર્ક્સ મળ્યા હતા.

કાઉન્સિલનું કહેવું છે કે, આ વિસ્તારમાં ૨૦૦થી વધુ મુસ્લિમ પરિવારો વસે છે, જેમને નમાજ માટે કાયમી જગ્યાની જરૂરિયાત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પારદર્શિતા પર સવાલો અને આગળની કાર્યવાહી

આ નિર્ણયથી સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે નારાજગી અને નિરાશા પ્રસરી છે. HSN ના પ્રમુખ અપર્ણા નિગમ-સક્સેનાએ કાઉન્સિલની પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું આક્ષેપ છે કે નાણાકીય રેકોર્ડની અછતના બહાને તેમને ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે, જે અંગે અગાઉ કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશો નહોતા. હવે હિંદુ સંગઠન આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકા: વુસ્ટરમાં લોજમાં આગ લાગતા નડિયાદના ગુજરાતી પરિવારનું કરૂણ મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *