ISRO Recruitment 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇસરો દ્વારા વિવિધ કેન્દ્રો માટે ક્લેરિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પદો પર કુલ 267 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટન્ટ, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA), અપર ડિવિઝન ક્લાર્ક (UDC) અને સ્ટેનોગ્રાફર જેવી મહત્વની જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ 20 ઓગસ્ટ 2026 પહેલા સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે.
ISRO Recruitment 2026: શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
ISRO ની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે:
-
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ન્યૂનતમ 60% ગુણ સાથે ગ્રેજ્યુએશન અથવા નિર્ધારિત ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
-
વયમર્યાદા: સામાન્ય (General) વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગારધોરણ અને પસંદગી પ્રક્રિયા
-
પગારધોરણ: આ ભરતીમાં આખરી પસંદગી પામનાર ઉમેદવારોને પે-મેટ્રિક્સના લેવલ-4 મુજબ 25000 મૂળ વેતન (Basic Pay) અને નિયમ મુજબના અન્ય સરકારી ભથ્થાં મળવાપાત્ર રહેશે.
-
પસંદગી પ્રક્રિયા: લાયક ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા (Written Test) લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને પદ મુજબ કૌશલ્ય કસોટી (Skill Test/Skill Test in Computer Literacy) માટે બોલાવવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા અને તારીખ
-
અરજી કરવાની છેલ્લી તારીખ: 20 ઓગસ્ટ 2026 સુધીમાં ઉમેદવારોએ ISRO ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની રહેશે.
ઉમેદવારોને વિનંતી છે કે અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે પોતાની અરજી પૂર્ણ કરી લેવી અને આ સોનેરી તકનો લાભ લેવો.

