Gujarat Rent Bill 2026 ગુજરાત સરકારે રાજ્યમાં મિલકત ભાડે આપવાની પ્રક્રિયાનું નિયમન કરવા, મકાનમાલિકો અને ભાડૂઆતોના હિતોનું રક્ષણ કરવા તેમજ વિવાદોના ઝડપી નિકાલ માટે મહત્ત્વપૂર્ણ ‘ગુજરાત ભાડા વિધેયક 2026’ રજૂ કર્યું છે. આ નવા કાયદા હેઠળ હવેથી કોઈપણ મિલકત લેખિત કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ૧૧ મહિના કે તેથી વધુ સમયના કરારનું વિધિવત રજિસ્ટ્રેશન કે ડિજિટલ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. વિવાદોના નિરાકરણ માટે ભાડા સત્તાધિકારી, ભાડા કોર્ટ અને ભાડા ટ્રિબ્યુનલનું ત્રિ-સ્તરીય માળખું પણ રચવામાં આવશે.
Gujarat Rent Bill 2026 ગુજરાત ભાડા વિધેયક 2026ની મુખ્ય જોગવાઈઓ
ફરજિયાત લેખિત કરાર: કોઈપણ જગ્યા હવે મૌખિક કે લેખિત કરાર વગર ભાડે આપી શકાશે નહીં. ૧૧ મહિના કે તેથી વધુ સમયના કરારનું વિધિવત રજિસ્ટ્રેશન કે ડિજિટલ નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે.
-
સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા: રહેણાંક મિલકત માટે મહત્તમ ૨ થી ૩ મહિનાના ભાડા જેટલી જ ડિપોઝિટ લઈ શકાશે, જેથી ભાડૂઆતો પાસેથી અન્યાયી રીતે અતિશય એડવાન્સ રકમ વસૂલવા પર રોક લાગી છે.
-
નિયમિત ભાડા વધારો: મકાનમાલિક પોતાની મરજી મુજબ ગમે ત્યારે કે ગમે તેટલું ભાડું વધારી શકશે નહીં. દર વર્ષે અથવા કરાર મુજબ ચોક્કસ ટકાવારી (જેમ કે ૩ વર્ષે મહત્તમ ૧૦%) મુજબ જ ભાડામાં સુધારો કરી શકાશે.
-
મકાન ખાલી કરાવવાના સ્પષ્ટ નિયમો: જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો જ તેને કાયદાકીય નોટિસ આપી મકાન ખાલી કરાવી શકાશે. મકાનમાલિક પોતાની મરજીથી રાતોરાત ભાડૂઆતને ઘર બહાર કાઢી શકશે નહીં.
-
ઝડપી વિવાદ નિવારણ (રેન્ટ ટ્રિબ્યુનલ): અદાલતોમાં વર્ષો સુધી ચાલતા લાંબા કેસોના બદલે વિશેષ ‘રેન્ટ ઓથોરિટી’ અને ‘રેન્ટ ટ્રિબ્યુનલ’ની રચના કરવામાં આવી છે, જે ૬૦ થી ૯૦ દિવસની ચોક્કસ સમયમર્યાદામાં વિવાદોનો ઝડપી નિકાલ કરશે.

