Onion Price Hike ખાંડના ભાવમાં સતત વધારો થયા બાદ હવે રસોડાની બીજી મહત્વની ચીજ ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં ૪૫ ટકા અને એક મહિનામાં ૧૯ ટકા વધતાં કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનો મોટો નિર્ણય લીધો છે.
ડુંગળીના વધતા ભાવ અને સરકારનું પગલું ( Onion Price Hike
-
ભાવમાં મોટો વધારો: શનિવારે ડુંગળીનો સરેરાશ ભાવ વધીને પ્રતિ કિલો રૂ. ૪૨ થયો હતો. આ ભાવ ગયા વર્ષ કરતાં ૪૫ ટકા અને ગયા મહિનાની સરખામણીએ ૧૯ ટકા વધારે છે.
-
‘કાંડા એક્સપ્રેસ’નું સંચાલન: વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોમવારથી નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સુધી વિશેષ ‘કાંડા એક્સપ્રેસ’ દોડાવશે.
-
લક્ષિત શહેરો: આ એવા શહેરો છે જ્યાં ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે, જેથી ગ્રાહકોને રાહત મળી શકે.

