આણંદમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

લગ્ન અંગે જાગૃતિ સેમિનાર  આણંદ ખાતે ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.આર.જી. સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ (ઓટોનોમસ) કોલેજમાં “વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃતિ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

લગ્ન અંગે જાગૃતિ સેમિનાર

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો, ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના પ્રતિનિધિઓ તથા કોલેજના આચાર્ય, અધ્યાપકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ

સેમિનારમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ, લગ્ન સંબંધિત કાયદાકીય બાબતો, વિદેશી વાતાવરણ અને સંસ્કૃતિને સમજવાની આવશ્યકતા તેમજ લગ્નજીવનમાં ઊભી થઈ શકતી સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદેશમાં લગ્ન કરતા પહેલાં યોગ્ય તપાસ, જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને પરિવારની જાગૃતિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

વક્તાઓએ વિદ્યાર્થીઓને વિદેશમાં લગ્ન સંબંધિત જોખમો અંગે જાગૃત રહીને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે કાયદાકીય, સામાજિક અને પારિવારિક જાગૃતિ કેળવવાનો હતો.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

મહેમદાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સામે ભાજપના 10 સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *