GSEB State Open School Exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે, જેઓ નિયમિત રીતે કોઈ શાળામાં અભ્યાસ કરતા નથી અથવા પરીક્ષામાં ત્રણથી વધુ વિષયમાં નાપાસ થયા છે. આવા વિદ્યાર્થીઓને તેમનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના ફરી પરીક્ષા આપવાની સુવર્ણ તક પૂરી પાડવા માટે બોર્ડ દ્વારા પ્રથમ વખત ‘સ્ટેટ ઓપન સ્કૂલ’ની વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
GSEB State Open School Exam : 6 ઓક્ટોબર સુધી ભરાશે ફોર્મ
નેશનલ ઓપન સ્કૂલની પદ્ધતિની તર્જ પર જ હવે ગુજરાતમાં પણ સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની વિશેષ તક મળવા જઈ રહી છે. આ પરીક્ષા આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન યોજાવાની છે.
-
કોણ અરજી કરી શકશે: આ યોજનાનો મુખ્ય લાભ એવા વિદ્યાર્થીઓને મળશે જેઓ હાલમાં કોઈ નિયમિત શાળામાં અભ્યાસ કરતા નથી. આ ઉપરાંત, ધોરણ 10 કે 12ની બોર્ડ પરીક્ષામાં 3 કરતાં વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ ઓપન સ્કૂલ પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે.
-
છેલ્લી તારીખ: આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ આગામી 6 ઓક્ટોબર સુધીમાં પોતાની નજીકની શાળામાંથી ફોર્મ ભરી દેવાનું રહેશે. બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ વિદ્યાર્થીઓએ સમયસર અરજી કરવાની રહેશે.
-
વર્ષ બગડતું અટકાવવાનો હેતુ: બોર્ડના આ અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાપાસ થવાના કારણે વિદ્યાર્થીઓનું એક આખું વર્ષ ન બગડે અને તેઓ વૈકલ્પિક માર્ગ દ્વારા આગળ અભ્યાસ ચાલુ રાખી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે, જેઓ નિયમિત રીતે કોઈ શાળામાં અભ્યાસ કરતા નથી અથવા પરીક્ષામાં ત્રણથી વધુ વિષયમાં નાપાસ થયા છે. આવા વિદ્યાર્થીઓને તેમનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના ફરી પરીક્ષા આપવાની સુવર્ણ તક પૂરી પાડવા માટે બોર્ડ દ્વારા પ્રથમ વખત ‘સ્ટેટ ઓપન સ્કૂલ’ની વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

