UP Rajya Sabha Election 2026 આગામી 2026 ની રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 5 ઓક્ટોબર, 2026 ના રોજ એક સત્તાવાર પ્રેસ રિલીઝ મારફતે ઉત્તર પ્રદેશમાંથી પોતાના 8 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશની કુલ 10 રાજ્યસભા બેઠકો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપે પોતાના મજબૂત દાવેદારોને મેદાનમાં ઉતાર્યા છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने उत्तर प्रदेश में होने वाले राज्यसभा द्विवार्षिक चुनाव 2026 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। https://t.co/8TB5Bp8VGM
— BJP (@BJP4India) October 5, 2026
UP Rajya Sabha Election 2026 ઉત્તર પ્રદેશથી ભાજપના 8 સત્તાવાર ઉમેદવારો
ભાજપ હાઈકમાન્ડ દ્વારા યુપીમાંથી રાજ્યસભા માટે નીચે મુજબના 8 નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે:
૧. ધરમપાલ સિંહ ૨. રાધાકાંત ઓઝા ૩. પ્રકાશ પાલ ૪. વિદ્યાસાગર સોનકર ૫. ગોપી કૃષ્ણ પાંડે ૬. પ્રિયંકા સિંહ રાવત ૭. રામ પ્રતાપ સિંહ ચૌહાણ ૮. શ્રુતિ ગંગવાર
16 ઓક્ટોબરે મતદાન અને તે જ દિવસે પરિણામ
ચૂંટણી પંચના સત્તાવાર સમયપત્રક મુજબ, 16 ઓક્ટોબર, 2026 ના રોજ ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો, ઉત્તરાખંડમાં 1 બેઠક અને પશ્ચિમ બંગાળની 1 (પેટાચૂંટણી) બેઠક સહિત કુલ 12 બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણી માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે. 7 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને 9 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 16 ઓક્ટોબરે સવારે મતદાન પૂર્ણ થયા બાદ એ જ દિવસે મતગણતરી કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
દિનેશ શર્માના રાજીનામાથી એક બેઠક ખાલી પડી હતી
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી 9 બેઠકોનો કાર્યકાળ આગામી 25 નવેમ્બર, 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે એક બેઠક ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માના રાજીનામાને કારણે સમય કરતાં વહેલી ખાલી પડી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડની 1 બેઠકનો કાર્યકાળ પણ 25 નવેમ્બરે જ પૂરો થઈ રહ્યો છે. હવે ભાજપે પોતાના 8 નામ જાહેર કરતા યુપીના રાજકારણમાં નવો સળવળાટ જોવા મળી રહ્યો છે.

