GSTમાં મોટા સુધારાનો તખ્તો તૈયાર: ટેક્સ ક્રેડિટનો રસ્તો સાફ થતાં વેપારીઓની મૂંઝવણનો આવશે અંત, વેપાર કરવો બનશે આસાન

GST Reforms India

GST Reforms India ભારત સરકાર દેશના વેપાર અને ઉદ્યોગ જગતને એક બહુ મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) શાસન હેઠળ કાયદાઓને વધુ સરળ અને વેપારીઓને અનુકૂળ બનાવવા માટે સરકાર વ્યાપક સુધારા કરવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત ફેરફારોનો સીધો હેતુ વેપારીઓની અબજો રૂપિયાની ફસાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ને અનલૉક કરવાનો અને કાનૂની ગૂંચવણો ઘટાડવાનો છે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ તમામ દરખાસ્તો પર અંતિમ મહોર વાગી શકે છે, જે ભારતમાં ‘GST 2.0’ ના નવા યુગની શરૂઆત કરશે.

GST Reforms India અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) થશે અનલૉક

નોંધનીચ છે કે આગામી સુધારામાં સૌથી મોટો ફાયદો એ થશે કે અગાઉ જે ક્ષેત્રોમાં ક્રેડિટ મળતી નહોતી, તે નિયમો હળવા થશે. નવી દરખાસ્ત મુજબ કર્મચારીઓના હેલ્થ/લાઈફ ઈન્સ્યોરન્સ, આઉટડોર કેટરિંગ, ટેલિકોમ્યુનિકેશન ટાવર્સ અને ફેક્ટરી બહારની પાઇપલાઇન્સ પર પણ ITC નો લાભ મળી શકશે. આ ઉપરાંત 13 લોકોની બેઠક ક્ષમતાવાળા વાહનોનો વીમો અને જાળવણી તેમજ મફત કે એક્સપાયર થયેલા માલના નાશ પર પણ ક્રેડિટ મળવાની શક્યતા છે. આ પગલાથી ટેલિકોમ, ગેસ વિતરણ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને મોટો આર્થિક લાભ થશે.

‘ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર’માં સુધારો: GST Reforms India

ફૂડ પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) જેવા 5% ટેક્સ સ્લેબમાં આવતા ઉદ્યોગોની હજારો કરોડ રૂપિયાની રકમ ‘ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર’ને કારણે ITC તરીકે ફસાયેલી રહે છે. નવા નિયમોથી આ મૂડી મુક્ત થશે, જેથી કંપનીઓ નવું રોકાણ કરી શકશે. સૌથી મોટી રાહત એ છે કે જો સપ્લાયર ટેક્સ ભરવામાં ડિફોલ્ટ કરે, તો હવેથી પ્રામાણિક ખરીદદારની ક્રેડિટ રદ નહીં થાય, પરંતુ સિસ્ટમ દ્વારા સીધી મૂળ ડિફોલ્ટર સામે જ કાર્યવાહી કરવામાં આવશે.

IT સેક્ટર, SEZ અને નાના વેપારીઓ માટે બખ્ખાં

નવા પ્રસ્તાવો મુજબ, IT અને ITeS ક્ષેત્રોની વિદેશી શાખાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓને નિકાસ ગણીને ITC નો લાભ અપાશે. SEZ એકમોને માલ પહોંચાડવાને પણ નિકાસનો દરજ્જો મળશે. નાના વેપારીઓ માટે તો આ સુધારા આશીર્વાદરૂપ સાબિત થશે; 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા અને માત્ર બિન-નોંધાયેલા ગ્રાહકો (B2C) સાથે વેપાર કરતા વેપારીઓ દર ત્રણ મહિને ટેક્સ ભરીને સીધું વાર્ષિક રિટર્ન ભરી શકશે. યોગ્ય અરજદારો માટે માત્ર 3 દિવસમાં ઓટોમેટિક રજિસ્ટ્રેશન પણ થઈ જશે.

કાનૂની કાર્યવાહીમાં મોટી રાહત: 10 હજારથી ઓછી રકમ માટે નોટિસ નહીં

વેપારીઓને ટેક્સ ટેરરમાંથી મુક્તિ આપવા સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી રૂ. 10,000 થી ઓછી રકમ માટે કોઈ ‘કારણ દર્શાવો નોટિસ’ (Show Cause Notice) આપવામાં આવશે નહીં. મહત્વનું એ છે કે આ નિયમ જૂના પેન્ડિંગ કેસોને પણ લાગુ પડશે. આ ઉપરાંત GST કાયદા હેઠળ ધરપકડની સત્તાઓ મર્યાદિત કરવા અને ઇ-વે બિલના નિયમોને વધુ વ્યવહારુ બનાવવા અંગે પણ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર-2026 જાહેર: આ 3 વૈજ્ઞાનિકોને અપાયો પુરસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *