Gujarat Pilot Training Hub ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે એક મજબૂત અને અત્યાધુનિક માળખું તૈયાર થઈ રહ્યું છે. પરિણામે, ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે દેશનું નવું ‘નેશનલ હબ’ બની ગયું છે. સિવિલ એવિએશનના સતત વધી રહેલા વ્યાપને કારણે યુવાનો માટે એવિએશન સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે નવી તકો ઊભી થઈ રહી છે.
Gujarat Pilot Training Hub રાજ્યમાં FTO ની સંખ્યા બમણી થશે
અત્યાર સુધી રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) કાર્યરત છે. જોકે, હવે આ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વધુ પાંચ નવા ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આથી, આગામી સમયમાં રાજ્યમાં પાયલટ ટ્રેનિંગ આપતી સંસ્થાઓની કુલ સંખ્યા વધીને ૧૦ થઈ જશે. નવી સંસ્થાઓ શરૂ થવાથી પાયલટ બનવાનું સ્વપ્ન જોતા હજારો યુવાનોને પોતાના જ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમનો સીધો ફાયદો મળશે.
GUJSAIL ની મહત્વની ભૂમિકા
ગુજરાતમાં એવિએશનનું આ મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરવામાં સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) ની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. આ સંસ્થાઓના માધ્યમથી ગુજરાતે પોતાનું સ્વતંત્ર અને સુવ્યવસ્થિત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. સાથે જ, દેશભરમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાથ ધરાયેલા વિવિધ નવા પ્રોજેક્ટોના કારણે ટ્રેનિંગ બાદ પ્લેસમેન્ટની તકો પણ વધી છે.
એકંદરે, રાજ્ય સરકારે ફ્લાઇંગ ટ્રેનિંગનું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરીને એવિએશન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે અત્યંત દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાંથી દેશને શ્રેષ્ઠ કોમર્શિયલ પાયલટ્સ મળશે તેવી પૂરી સંભાવના છે.

