AUDA 312th board meeting અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ પૂરજોશમાં છે. મનપા તંત્ર અને વિવિધ વિભાગો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 312મી બોર્ડ બેઠક 6 ઓક્ટોબર 2026ના રોજ યોજાઈ હતી.
AUDA 312th board meeting ખેતીની જમીનનું રહેણાંક ઝોન-1માં રૂપાંતર
મળતી માહિતી મુજબ, અમદાવાદ કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું યજમાન શહેર હોવાથી શહેર અને સંલગ્ન સેટેલાઇટ વિસ્તારોના સર્વાંગી વિકાસને ગતિ આપવા બેઠકમાં મહત્ત્વના નિર્ણયોને મંજૂરી અપાઈ. ઔડાના સીઇઓ મીરાંત પરીખના જણાવ્યા મુજબ, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 19 હેઠળ મોટેરાના સર્વે નંબર 282ની 20 હજાર ચોરસ મીટરથી વધુ ખેતીની જમીનને રહેણાંક ઝોન-1માં ફેરવવા સર્વાનુમતે મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી બાંધકામ મંજૂરીઓનો માર્ગ સરળ બનશે.
AUDA 312th board meeting ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની યજમાની માટે અમદાવાદ સુસજ્જ બની રહ્યું છે. આ વૈશ્વિક રમતોત્સવોને ધ્યાને રાખી શહેર અને આસપાસના સેટેલાઇટ વિસ્તારોમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે.
રમતવીરો માટે આધુનિક સુવિધા
ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવનું આયોજન કરાયું છે, જેમાં મનપા, રિવરફ્રન્ટ અને સરકારી જમીનનો સમાવેશ થાય છે. ઔડાના આ નિર્ણયથી એનક્લેવમાં રમતવીરો માટે વધુ આધુનિક સુવિધાઓ ઊભી કરવાનો માર્ગ મોકળો થશે. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ પૂરજોશમાં છે. મનપા તંત્ર અને વિવિધ વિભાગો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 312મી બોર્ડ બેઠક 6 ઓક્ટોબર 2026ના રોજ યોજાઈ હતી.અમદાવાદ કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું યજમાન શહેર હોવાથી શહેર અને સંલગ્ન સેટેલાઇટ વિસ્તારોના સર્વાંગી વિકાસને ગતિ આપવા બેઠકમાં મહત્ત્વના નિર્ણયોને મંજૂરી અપાઈ.
SIR વિવાદ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારનો છત્તીસગઢ પ્રવાસ અચાનક રદ

