SIR વિવાદ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારનો છત્તીસગઢ પ્રવાસ અચાનક રદ

Gyanesh Kumar Chhattisgarh Visit

Gyanesh Kumar Chhattisgarh Visit મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર હાલ વિપક્ષના આકરા પ્રહારોનો સામનો કરી રહ્યા છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે તેમણે પોતાનો બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ અચાનક રદ કર્યો છે. તેઓ બે દિવસ માટે છત્તીસગઢની મુલાકાતે જવાના હતા. આ મુલાકાત માટે રાજ્ય સરકારે તેમને રાજ્ય મહેમાનનો દરજ્જો પણ આપ્યો હતો. જોકે, અચાનક ઉદ્ભવેલા સંજોગોના લીધે આ પ્રવાસ મોકૂફ રાખવો પડ્યો છે.

Gyanesh Kumar Chhattisgarh Visit અનિવાર્ય કારણોસર પ્રવાસ મોકૂફ રખાયો

CEC કાર્યાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ મુલાકાત કામચલાઉ નક્કી કરવામાં આવી હતી. તેથી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી. આગામી પેટાચૂંટણીઓ અને ‘ભારત’ ગઠબંધનની બેઠકોને ધ્યાનમાં રાખીને આ મુલાકાત રદ થઈ હોવાનું મનાય છે. આ ઉપરાંત, દિલ્હીમાં વિપક્ષના સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

Gyanesh Kumar Chhattisgarh Visit ૧૩ કરોડ મતદારોના નામ હટાવવાનો ગંભીર આરોપ

કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષી ગઠબંધને ચૂંટણી પંચ સામે મોટો મોરચો માંડ્યો છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે SIR ની નવી પ્રક્રિયા હેઠળ દેશભરમાં ૧૩ કરોડથી વધુ પાત્ર મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે ગરીબ, લઘુમતી અને વિપક્ષી સમર્થકો સામેલ છે. સાથે જ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીના વાંધાઓ છતાં CEC એ એકપક્ષીય નિર્ણયો લીધા હોવાનો પણ ગંભીર દાવો કરાયો છે.

દિલ્હીના રસ્તાઓ પર વિપક્ષના નેતાઓના ધરણા

આ વિવાદને લઈને મંગળવારે રાજધાની દિલ્હીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક સાંસદોએ સંસદ પરિસરથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી. જોકે, દિલ્હી પોલીસે અશોકા રોડ અને આકાશવાણી ભવન પાસે કડક બેરિકેડિંગ કરીને તમામને અટકાવ્યા હતા. પરિણામે, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ અને દીપેન્દ્ર હુડા સહિતના નેતાઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.

ચેક બાઉન્સ કેસ: ‘તમારે જેલમાં હોવું જોઈએ’, પૈસા જમા ન કરાવવા બદલ સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવનો ઉધડો લીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *