Nana Patekar passes away : પીઢ અભિનેતા અને દિગ્ગજ કલાકાર નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. 8 ઓક્ટોબર, 2026ના રોજ ગોવાના ડોના પૌલા સ્થિત તેમના નિવાસસ્થાને તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Nana Patekar passes away : હાર્ટ એટેક બાદ 45 મિનિટ સુધી CPR અપાયું
રિપોર્ટ અનુસાર નાના પાટેકરને સવારે તેમના ઘરે ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લગભગ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. ઘટનાને મેડિકો-લીગલ કેસ તરીકે નોંધવામાં આવી છે અને મૃત્યુનું કારણ સ્પષ્ટ કરવા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ચાર દાયકાથી વધુની શાનદાર કારકિર્દી
નાના પાટેકરે 1978માં ‘ગમન’ ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1986માં આવેલી ‘અંકુશ’ ફિલ્મથી તેમને વિશેષ ઓળખ મળી. ત્યારબાદ ‘પરિંદા’, ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘ખામોશી’, ‘પ્રહાર’ અને ‘વેલકમ’ સહિત અનેક ફિલ્મોમાં તેમના અભિનયની પ્રશંસા થઈ.
નાના પાટેકર ગંભીર, એક્શન, નકારાત્મક તેમજ કોમેડી—વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની આગવી છાપ છોડી ગયા હતા. હિન્દી ઉપરાંત તેમણે મરાઠી સિનેમામાં પણ મહત્વપૂર્ણ કામ કર્યું હતું.
‘હાઉસફુલ 5’થી ‘ઓ રોમિયો’ અને ‘સુબેદાર’ સુધી
નાના પાટેકર તાજેતરના વર્ષોમાં પણ ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા. 2025માં તેઓ હાઉસફુલ 5’માં જોવા મળ્યા હતા. ત્યારબાદ 2026માં શાહિદ કપૂર અભિનીત ઓ રોમિયોમાં તેમણે DCP ઈસ્માઈલ ખાનની ભૂમિકા ભજવી હતી.

