IndiGo Lightning Strike ખરાબ હવામાન વચ્ચે IndiGoની પટના-લખનૌ ફ્લાઇટ પર આકાશી વીજળી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લખનૌ એરપોર્ટ નજીક પહોંચતી વખતે વિમાન વીજળીની ઝપેટમાં આવ્યું હતું, જેના કારણે તેના આગળના ભાગ એટલે કે નોઝને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા.
IndiGo Lightning Strike 104 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા
અહેવાલ અનુસાર, ફ્લાઇટમાં 104 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 110 લોકો સવાર હતા. વીજળી પડ્યા બાદ પણ કોઈને ઈજા થઈ ન હતી. વિમાનને સુરક્ષિત રીતે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
IndiGo Lightning Strike વિમાનના નોઝને નુકસાન
વીજળી પડવાના કારણે વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં વિમાનનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. એરલાઇન અને સંબંધિત અધિકારીઓ દ્વારા વિમાનની ટેકનિકલ સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ખરાબ હવામાનથી ફ્લાઇટ કામગીરીને અસર
લખનૌમાં ખરાબ હવામાન વચ્ચે આ ઘટના બની હતી. ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કારણે એર ટ્રાફિક પર પણ અસર થવાની શક્યતા છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી અને તમામ 110 લોકો સુરક્ષિત રહ્યા છે.
ખરાબ હવામાન વચ્ચે IndiGoની પટના-લખનૌ ફ્લાઇટ પર આકાશી વીજળી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લખનૌ એરપોર્ટ નજીક પહોંચતી વખતે વિમાન વીજળીની ઝપેટમાં આવ્યું હતું, જેના કારણે તેના આગળના ભાગ એટલે કે નોઝને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા. લખનૌમાં ખરાબ હવામાન વચ્ચે આ ઘટના બની હતી. ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કારણે એર ટ્રાફિક પર પણ અસર થવાની શક્યતા છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી અને તમામ 110 લોકો સુરક્ષિત રહ્યા છે.

