CTI Letter Rahul Gandhi Rally Postponement: દિવાળી અને તહેવારોની મોસમ વચ્ચે દિલ્હીના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં આગામી 1 નવેમ્બર, 2026ના રોજ રામલીલા મેદાન ખાતે યોજાનાર કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકની મહારેલીને ભાઈબીજ પછી એટલે કે 10 નવેમ્બર બાદ યોજવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. વેપારીઓનું માનવું છે કે પીક ફેસ્ટિવ સિઝનમાં આ રેલી યોજાવાથી દિલ્હીના વેપાર-ધંધા પર ભારે વિપરીત અસર પડી શકે છે.
વેપારીઓના તર્ક મુજબ, દિલ્હીમાં ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન સોનું-ચાંદી, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને ઓટોમોબાઇલ ક્ષેત્રે આશરે ₹25,000 કરોડનો વેપાર થાય છે, જેમાં માત્ર 1 નવેમ્બરથી જ ખરીદીનું મોજું શરૂ થઈ જાય છે. રામલીલા મેદાનની આસપાસના 5 કિમીના ઘેરાવામાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર અને કરોલ બાગ જેવા 20થી વધુ ઐતિહાસિક હોલસેલ અને રિટેલ બજારો આવેલા છે.
CTI Letter Rahul Gandhi Rally Postponement: ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને કારણે બજારો પ્રભાવિત થવાનો ડર
આ રેલી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને મેટ્રો સ્ટેશનો બંધ રહેવાના કારણે આ તમામ મુખ્ય બજારોની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાનો ડર વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં સેન્ટ્રલ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે વેપારીઓને પહેલેથી જ રૂ. 3,000 કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે. આ સંજોગોમાં તહેવારો ટાણે રેલી યોજાય તો વેપારને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને રેલીની તારીખ બદલવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. દિવાળી અને તહેવારોની મોસમ વચ્ચે દિલ્હીના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં આગામી 1 નવેમ્બર, 2026ના રોજ રામલીલા મેદાન ખાતે યોજાનાર કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકની મહારેલીને ભાઈબીજ પછી એટલે કે 10 નવેમ્બર બાદ યોજવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
નસીરુદ્દીન શાહના ભાજપ પર આકરા પ્રહાર: બંગાળ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ, SRFTI વિદ્યાર્થીઓ પર કાર્યવાહી સામે ઉઠાવ્યો સવાલ

