અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા ‘અર્બન ચોક’ ફૂડ બજારમાં ભીષણ આગ: ચાટ અને મોમોસના સ્ટોલ સહિત ૩ આઉટલેટ ખાક

Ahmedabad Urban Chowk Food Bazaar Fire

Ahmedabad Urban Chowk Food Bazaar Fire અમદાવાદના જાણીતા ફૂડ બજારમાં લોકો ખાણીપીણીની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં રાત્રે લગભગ ૮ વાગ્યાની આસપાસ આગ લાગવાની આ ઘટના બની હતી. શરૂઆતમાં ચાટના ફૂડ સ્ટોલમાં લાગેલી આગ થોડા જ સમયમાં આખા આઉટલેટમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ આગ બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

Ahmedabad Urban Chowk Food Bazaar Fire: ચાટ અને મોમોસના સ્ટોલ આગની ઝપેટમાં

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં ચાટના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યાની થોડી જ વારમાં તે આખા આઉટલેટમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી આગ પહોંચી હતી. પ્રાથમિક માહિતીમાં ત્રણથી ચાર સ્ટોલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જોકે, ફાયર વિભાગની માહિતી મુજબ ચાટ અને મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટ આગની ઝપેટમાં આવ્યા હતા. આગ ઝડપથી ફેલાતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

 કરવાચોથના કારણે ફૂડ બજારમાં ભારે ભીડ હતી

અર્બન ચોક અમદાવાદના જાણીતા ફૂડ બજારો પૈકીનું એક છે. અહીં ૫૦થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે અને મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે આવતા હોય છે. ઘટનાના દિવસે કરવાચોથનું વ્રત હોવાથી ફૂડ બજારમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. આવી સ્થિતિમાં અચાનક આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓ વધતાં ફૂડ બજારમાં હાજર લોકો સુરક્ષિત સ્થળે જવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી ફાયર વિભાગ માટે આગને કાબૂમાં લેવાની સાથે લોકોની સુરક્ષા પણ મહત્વની બની હતી.

ગુજરાતમાં SSR કાર્યક્રમ 2027 જાહેર: 18 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી