CNG Price Hike: અમદાવાદમાં CNG થયો મોંઘો, અદાણી ગેસે ભાવ વધારીને રૂ. 100.77 કર્યા

Adani CNG Price Hike

Adani CNG Price Hike તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ વધી ગયો છે. દિવાળીના તહેવાર પહેલાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં ઝીંકાયેલા વધારાથી લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં અદાણી CNGના પ્રતિ કિલો ભાવમાં સીધો રૂ. ૨.૩૦ નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે CNGનો નવો ભાવ વધીને રૂ. ૧૦૦.૭૭ પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ આ ભાવ પ્રતિ કિલો રૂ. ૯૮.૪૭ હતો. આ વધારા સાથે જ અમદાવાદમાં CNGનો ભાવ રૂ. ૧૦૦ ની સપાટી વટાવી ગયો છે, જેનાથી વાહનચાલકો અને સામાન્ય નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

દિવાળી જેવા પવિત્ર અને મોટા તહેવાર ટાણે જ ઈંધણના ભાવમાં થયેલો આ વધારો મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવી નાખવા માટે પૂરતો છે. ખાસ કરીને રોજિંદા જીવનમાં CNG વાહનો પર નિર્ભર રહેતા રિક્ષાચાલકો, ટેક્સી ડ્રાઇવરો અને નોકરીયાત વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

Adani CNG Price Hike Ahmedabad: મધ્યમ વર્ગ અને રિક્ષાચાલકો ચિંતિત

શહેરમાં હજારો વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ સામે રાહત મેળવવા માટે CNG વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ હવે CNGના ભાવ પણ રૂ. ૧૦૦ પ્રતિ કિલોની સપાટી વટાવી જતાં મુસાફરી અને માલસામાનની હેરફેર મોંઘી બનશે. સ્થાનિક રિક્ષાચાલકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં ઈંધણના ભાવ સતત વધવાથી તેમનો નફો ઘટી રહ્યો છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ગ્રાહકો પર આ આર્થિક બોજ વધવાથી અન્ય ચીજવસ્તુઓના પરિવહન પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે.

ચૈતર વસાવાની મુક્તિ માટે AAPનું આદિવાસી મહાસંમેલન, સરકારને 2027ની ચૂંટણી અંગે આપી ચેતવણી