National Scholarship Portal નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉચ્ચ અભ્યાસ અને ટેક્નિકલ કોર્સિસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સ્કોલરશિપ યોજનાઓમાં ડિપ્લોમા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ, અનાથ બાળકો, પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ છાત્રોનો સમાવેશ થાય છે. સ્કોલરશિપ મેળવવાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ૩૦ નવેમ્બર સુધી NSP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
National Scholarship Portal Online (પીજી સ્ટડીઝ સ્કોલરશિપ)
યુજીસીની આ યોજના હેઠળ નિયમિત પીજી કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવનારા અને ૩૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ૧૦ હજાર વિદ્યાર્થીઓને માસિક ૧૫ હજાર (વાર્ષિક ૧.૫ લાખ) સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજનામાં ઉમેદવારોની પસંદગી ગ્રેજ્યુએશનના મેરિટના આધારે થાય છે.
વિવિધ સ્કોલરશિપ યોજનાઓની વિગતો
-
સક્ષમ સ્કોલરશિપ: ડિગ્રી અથવા ડિપ્લોમામાં અભ્યાસ કરતા અને ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિશેષ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ ની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે પરિવારની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી ઓછી હોવી જરૂરી છે.
-
પ્રગતિ સ્કોલરશિપ સ્કીમ: AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરતી વિદ્યાર્થિનીઓને વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રૂ. ૮ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની મહત્તમ બે દીકરીઓને મળે છે.
-
સ્વનાથ છાત્રવૃત્તિ: અનાથ બાળકો, કોવિડ-૧૯ મહામારીમાં માતા-પિતા ગુમાવનાર અથવા દેશ માટે શહીદ થયેલા સેના/પોલીસ દળોના જવાનોના બાળકોને ટેકનિકલ શિક્ષણ માટે AICTE દ્વારા વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ ની મદદ કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી કરવાની રીત: ૧. સૌપ્રથમ નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ scholarships.gov.in પર જાઓ. ૨. જો તમે નવા યુઝર છો, તો ‘One Time Registration’ (OTR) પ્રક્રિયા પૂરી કરો. ૩. જનરેટ થયેલા OTR નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. ૪. તમારી શૈક્ષણિક પાત્રતા અનુસાર યોગ્ય સ્કોલરશિપ પસંદ કરીને ઓનલાઇન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
આ પણ વાંચો CBFC New Guidelines: સેન્સર બોર્ડના 5 નવા નિયમો, હવે અધૂરી ફિલ્મોનું સર્ટિફિકેશન નહીં

