PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, અયોધ્યાના દીપોત્સવનો પણ કર્યો ઉલ્લેખ

PM મોદી

દેશભરમાં આજે દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે. ઘરો, મંદિરો અને બજારોમાં દીવડાઓની રોશની જોવા મળી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, “દેશભરના મારા પરિવારજનો અને મિત્રો સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.”

 

નીતિન નવીને અયોધ્યાના રામ મંદિરનો કર્યો ઉલ્લેખ

ભાજપના અધ્યક્ષ નીતિન નવીને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અયોધ્યાના ભવ્ય અને દિવ્ય સ્વરૂપનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, શ્રીરામની પવિત્ર નગરી અયોધ્યામાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાતો પ્રકાશનો આ તહેવાર ઐતિહાસિક છે. સદીઓની લાંબી રાહ બાદ રામલલ્લાના પોતાના મંદિરમાં પ્રવેશથી આ દિવાળી વધુ ખાસ બની છે. તેમણે સૌને દિવાળીની અનંત શુભકામનાઓ પાઠવી હતી.

CM યોગી આદિત્યનાથે સેવા અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે X પર પોસ્ટ કરીને આ તહેવારને સત્ય અને સાર્વત્રિક સુખાકારીની ભાવના સાથે જોડ્યો હતો.