આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી અને અમિતાભ બચ્ચનના પ્રખર ચાહક તથા લૂક-લાઈક તરીકે જાણીતા નૌશાદ બચ્ચન (સૈયદ નૌશાદઅલી બચ્ચન) એ તાજેતરમાં મુંબઈની ફિલ્મ સિટી ખાતે પહોંચીને કૌન બનેગા કરોડપતિ (KBC) ના મંચ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે મંચ પર મુલાકાત કરી હતી. ગુજરાતી ફિલ્મોના કલાકાર અને બચ્ચન સરના અનન્ય ચાહક એવા નૌશાદ બચ્ચન ગત ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ KBC સીઝન-૧૮ ના શૂટિંગમાં સક્રિયપણે જોડાયા હતા.

આ વિશેષ અવસર પર વડોદરાથી સુભાષ સર, મુંબઈથી ગીતા મેડમ, સુરતથી નિલેશ સર બોડાવાળા, તેમજ મુંબઈ, દિલ્હી અને અન્ય સ્થળોથી આવેલા મિત્રોનું ‘ડોન થીમ’ ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. KBC ના ઓડિયન્સમાં આ ગ્રુપે વિશેષ છાપ ઉભી કરી હતી. સવારની પાળીના ચાર કલાકના શૂટિંગ ઉપરાંત બપોરની પાળીનું શૂટિંગ પણ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ દરમિયાન KBC વિભાગ દ્વારા તમામ મિત્રો માટે જન્મદિનની શુભેચ્છા દર્શાવતી ખાસ રીલ પણ તૈયાર કરવામાં આવી હતી.

Naushad Bachchan KBC Visit: બે વર્ષ પહેલાં પણ મળ્યો હતો મોકો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આજથી બે વર્ષ પૂર્વે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ પણ નૌશાદ બચ્ચનને KBC માં જવાનો મોકો મળ્યો હતો. અમિતાભ બચ્ચનના અતિશય મોટા ફેન હોવાના કારણે તેમના વરદ હસ્તે મળવાનું અને તેમનું વર્ષો જૂનું સપનું સાકાર થવાનો આનંદ નૌશાદ બચ્ચને વ્યક્ત કર્યો હતો


