Chhota Udepur Roadshow: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ-શો સાથે 6 મિની ફાયર ટેન્ડરનું લોકાર્પણ

Chhota Udepur Roadshow

Chhota Udepur Roadshow: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા રાજ્યસ્તરીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા રવિવારે છોટાઉદેપુર પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા પહેલાં ભવ્ય રોડ-શો યોજ્યો હતો. શહેરના ભગવાન બિરસા મુંડા સર્કલથી એસએન કોલેજ મેદાન સુધી યોજાયેલા આ રોડ-શોમાં સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે છ આધુનિક મિની ફાયર ટેન્ડરનું લોકાર્પણ કર્યું હતું. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી આશરે ₹3.5 કરોડના ખર્ચે આ વાહનો તૈયાર કરવામાં આવ્યાં છે.

આ મિની ફાયર ટેન્ડરથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આગ જેવી કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. ખાસ કરીને સ્થાનિક સ્તરે આગની ઘટનાઓનો ઝડપથી સામનો કરવા માટે આ વાહનો ઉપયોગી સાબિત થઈ શકે છે.

Chhota Udepur Roadshow: આદિજાતિ વિકાસ વિભાગના પ્રદર્શનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સરકારી યોજનાઓ, વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સની માહિતી રજૂ કરવામાં આવી છે.

આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી નાગરિકો અને મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. તેનો હેતુ સ્થાનિક લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવાનો અને તેઓ તેનો વધુમાં વધુ લાભ લઈ શકે તેવો છે.

રોડ-શો અને પ્રદર્શનના નિરીક્ષણ દરમિયાન સાંસદ જશુભાઈ રાઠવા, ડૉ. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા અને અભેસિંહ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકારસિંહ શિંદે અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

Tribal Pride Day Gujarat: આદિવાસી વિસ્તારોમાં 2,283 કરોડનાં કામોનું