SBI UPI Service Down: એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 45 મિનિટ સુધી બંધ રહેશે યુપીઆઈ સેવાઓ

SBI UPI Service Down

SBI UPI Service Down જો તમારું ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, નિયમિત જાળવણી (Scheduled Maintenance Activity) ના કામના કારણે ૧૯ નવેમ્બરે SBI ની UPI સેવાઓ થોડા સમય માટે બંધ રહેશે.

બેંક દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે અથવા વહેલી પરોઢે ૦૧:૧૫ વાગ્યાથી ૦૨:૦૦ વાગ્યા સુધી (૪૫ મિનિટ માટે) UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

SBI UPI Service Down વિકલ્પ તરીકે UPI Lite નો ઉપયોગ કરી શકાશે

ગ્રાહકોને અસુવિધા ન પડે તે માટે બેંકે વૈકલ્પિક વ્યવસ્થા જણાવી છે. આ સમયગાળા દરમિયાન પણ ગ્રાહકો નિર્વિઘ્ન વ્યવહારો જારી રાખવા માટે UPI Lite સેવાનો ઉપયોગ કરી શકશે. બેંકે આ અસ્થાયી અવરોધ બદલ ગ્રાહકોને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ  એક ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ₹1,000ની મર્યાદા છે. જ્યારે વોલેટમાં વધુમાં વધુ ₹5,000નું બેલેન્સ રાખી શકાય છે.આથી SBIની નિયમિત UPI સેવા બંધ રહે તે દરમિયાન નાના પેમેન્ટ માટે UPI Lite ઉપયોગી વિકલ્પ બની શકે છે

India Smartphone Marketમાં એક દાયકાનો સૌથી મોટો ઘટાડો, Samsung ફરી નંબર-1; Appleના શિપમેન્ટમાં 25%નો ઘટાડો