Amreli GSRTC Bus Accident અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એસટી બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
Amreli GSRTC Bus Accident બાઈક અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર
પ્રાથમિક વિગતો મુજબ, અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલી એસટી બસની શેત્રુંજી નદીના પુલ નજીક બાઈક સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ રસ્તા પરથી ઉતરીને ખાળિયામાં ખાબકી હતી.અકસાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
બાઈક પર સવાર ગોગન બટુકભાઈ સોલંકી, તેમનો ચાર વર્ષનો પુત્ર નીતિન અને છ મહિનાની પુત્રી ધૃતિનાં મોત થયાં છે. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ વાળાએ પણ જીવ ગુમાવ્યો છે.
ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસાનકની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અમરેલી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

