Panchmahal Ganja Cultivationનો ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ANWની સંયુક્ત ટીમે ચાર અલગ-અલગ ખેતરોમાં દરોડા પાડીને ગાંજાના કુલ 502 છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કંકુથાંભલા ગામમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતીના આધારે પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ગામનાં ચાર અલગ-અલગ ખેતરોમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ચારેય ખેતરોમાંથી કુલ 502 છોડ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 924.01 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે. તેની બજાર કિંમત અંદાજે રૂ. 4,62,00,500 એટલે કે રૂ. 4.62 કરોડ આંકવામાં આવી છે.
Panchmahal Ganja Cultivation: ચાર આરોપીઓની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચાર શખસોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ પ્રભાત રાયસિંહ બારિયા, ગુલાબ બળવંતભાઈ બારિયા, સોના રાયસિંહ બારિયા અને કમળાબેન દિવાનસિંહ બારિયા (વિધવા) હોવાનું જાણવા મળ્યું છે.
ગાંજાના છોડની આટલી મોટી સંખ્યા અને અંદાજિત કિંમતને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. પોલીસે જપ્ત કરાયેલા છોડ અને આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ વાવેતર કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને ગાંજાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ અને 502 છોડની જપ્તી અંગેની માહિતી સામે આવી છે.

