Taxi Auto Rickshaw Drivers Strike અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી-રિક્ષા યુનિયનો દ્વારા આગામી 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ, હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે શહેરના ટેક્સી-રિક્ષાના તમામ યુનિયનો આ હડતાળમાં જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે.
Taxi Auto Rickshaw Drivers Strike એપ આધારિત કંપનીઓ સામે રોષ
ટેક્સી-રિક્ષા ચાલકોનો મુખ્ય આક્ષેપ ઓલા (Ola), ઉબેર (Uber), રેપિડો (Rapido) અને ભારત ટેક્સી જેવી એપ આધારિત પરિવહન કંપનીઓની કામગીરી સામે છે. યુનિયનોનું કહેવું છે કે આ કંપનીઓની નીતિઓને કારણે ડ્રાઈવરોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.

