ડાકોરના શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના આ પર્વને લઈને સમગ્ર ડાકોર નગરીને રોશનીથી શણગારવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં પણ ભવ્ય વિશેષ શણગાર કરાયો છે.

જન્માષ્ટમી મહોત્સવ અને સુરક્ષા વ્યવસ્થા 

  • ભક્તોની ભારે ભીડ: જન્માષ્ટમીના પાવન અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે.

  • જન્મોત્સવના નાદ: ડાકોરમાં મધરાત્રે દિવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ સમયે સમગ્ર મંદિર પરિસર “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” અને “જય રણછોડ માખણ ચોર” ના નાદથી ગુંજી ઉઠશે, જ્યાં શ્રદ્ધાળુઓ બાળ ગોપાલ લાલજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *