અલરસા ગામે ભક્તિ અને ઉમંગ સાથે સંપન્ન થયો ગણેશ વિસર્જન મહોત્સવ!

Alarsa Village Ganesh Visarjan

Alarsa Village Ganesh Visarjan ગણેશજીની ભક્તિ, આરાધના, આનંદ અને એકતાના દિવ્ય વાતાવરણને સાકાર કરવા અલરસા ગામ ખાતે સોસાયટીના તમામ રહીશો, પ્રમુખ ધ્રુવભાઈ પટેલ તથા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાપૂર્વક દુંદાળા દેવને ભારે હૈયે વિસર્જિત કરી સૌનો સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Alarsa Village Ganesh Visarjan : ભક્તિમય આયોજન અને સામૂહિક એકતાની અવિસ્મરણીય ક્ષણો

આ સમગ્ર મહોત્સવ દરમિયાન નિઃસ્વાર્થ સેવાભાવ, સહકાર, સૌહાર્દ અને ભક્તિમય આયોજનના દસ દિવસ માત્ર ઉત્સવના દિવસો નહોતા, પરંતુ આપણી સામૂહિક એકતા, પરસ્પર સ્નેહ, ભાઈચારો અને સંસ્કારની સુગંધને વધુ ગાઢ બનાવનારી અવિસ્મરણીય ક્ષણો બની રહી હતી.

  • આયોજકો અને આગેવાનોનો આભાર: આ સફળ આયોજન બદલ આયોજક ધ્રુવભાઈ પટેલ, ગોવિંદ સોલંકી, રાજુભાઈ જાદવ, મિલનભાઈ પટેલ, વિજયભાઈ સોલંકી, આકાશ સોલંકી, ભુપેન્દ્ર જાદવ, રમેશભાઈ પઢીયાર, ધવલસિંહ અને બાદલભાઈ પરમાર, હિતેષભાઇ મહિડા, જયેશભાઇ તેમજ વડીલ આગેવાન મોહનભાઇ પરમારે સૌ નાના-મોટા સોસાયટીના રહીશોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત બાર કાઉન્સિલના નવા હોદ્દેદારોની જાહેરાત, જાણો કોને મળી કઈ જવાબદારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *