અમૂલનો વધુ એક ઝટકો: દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો, 14 નવેમ્બરથી નવા દરો અમલી

Amul Curd and Lassi Price Hike

Amul Curd and Lassi Price Hike મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય પરિવારોને અમૂલે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ ગત ૧૪ નવેમ્બર ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં અમલી બની ગયા છે. કંપની દ્વારા દહીંના એક કિલોના પેકેટમાં રૂ. ૫ અને રોઝ લસ્સીના ભાવમાં રૂ. ૨ નો વધારો કરાયો છે, જેના કારણે ગ્રાહકોના માસિક બજેટ પર વધુ ભારણ વધ્યું છે.

અમૂલના દહીંના વિવિધ પેકેટના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.

Amul Curd and Lassi Price Hike અમૂલ દહીં અને લસ્સીના નવા ભાવની યાદી:

પ્રોડક્ટનું નામ જૂનો ભાવ નવો ભાવ
અમૂલ મસ્તી દહીં (૧ કિલો) ₹૮૦ ₹૮૫
અમૂલ દહીં બકેટ (૧ કિલો) ₹૧૧૫ ₹૧૨૦
અમૂલ દહીં પાઉચ (૩૮૦ ગ્રામ) ₹૩૫ ₹૩૭
અમૂલ રોઝ લસ્સી ₹૧૫ ₹૧૭

આમ, એક કિલો દહીં ખરીદવા માટે હવે ગ્રાહકોએ રૂ. ૮૫ ચૂકવવા પડશે, જ્યારે ૩૮૦ ગ્રામના પાઉચ માટે રૂ. ૩૭ આપવા પડશે. દહીંની સાથે-સાથે અમૂલ રોઝ લસ્સીના ભાવમાં પણ વધારો થયો છે, જે અગાઉ રૂ. ૧૫માં મળતી હતી તે હવે રૂ. ૧૭માં મળશે.

દૂધના ભાવ વધારાના બે દિવસ બાદ વધુ એક આર્થિક ફટકો

ઉલ્લેખનીય છે કે અમૂલ દ્વારા તાજેતરમાં જ ૧૨ નવેમ્બરથી દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા જેવી દૂધની થેલીઓના ભાવ વધ્યા હતા. આમ, દૂધ, દહીં અને લસ્સી ત્રણેયના ભાવમાં થયેલા સતત વધારાથી રોજિંદા ડેરી ઉત્પાદનો ખરીદતા મધ્યમ વર્ગીય અને સામાન્ય પરિવારોના રસોડાના બજેટ પર મોટી અસર પડી રહી છે.

Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટ પહેલાં 4 ગીતો પર પ્રતિબંધની માગ, ઇન્દોરમાં બોમ્બ ધમકી