U19 Asia Cup Final 2026 ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ૧ વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ૯મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
આજની હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં ૯ વિકેટ ગુમાવીને ૩૩૭ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને શાનદાર સદી ફટકારતા ૧૦૭ રન બનાવ્યા હતા, જ્યારે અબ્દુલ કાદિરે ૮૦ રન અને કેપ્ટન ફરહાન યુસુફે ૬૩ રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી કાવ્ય પટેલે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે ચિગુરુપતિ વેંકટને ૩ સફળતા મળી હતી.
U19 Asia Cup Final: છેલ્લી ઓવરમાં ભારતની રોમાંચક જીત
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૩૩૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત મજબૂત રહી હતી. ભારતે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીના ૮૦ રન, આર્યવીર સહેવાગના ૫૮ રન, મનલ ચૌહાણના ૪૭ રન અને મોહિત ઉલ્વાના ૪૯ રનની ઉપયોગી ઇનિંગ્સના જોરે મેચને રોમાંચક મોડ પર પહોંચાડી હતી. અંતિમ બોલ સુધી ચાલેલા આ રોમાંચક મુકાબલામાં ભારતે છેલ્લા બોલે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી એશિયા કપની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ૧ વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ૯મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

