અમવા સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. નૈતિક જવાબદારીથી સમાજ સેવા કરી રહી છે. રમઝાન માસમાં ગરીબ મહિલાઓને રાશન કિટનું વિતરણ ખુબ સારી રીતે કરે છે. ગરીબ અને જરૂરિયાત મહિલાઓને રાશન કિટ લેવા માટે શરમાવવું ન પડે તે રીતે કામગીરી અમવા સંસ્થા કરે છે. સંસ્થાના પ્રશંનીય કામગીરી કરીને સમાજ પ્રત્યે બાખૂબી ઉત્તરદાયિત્વ નિભાવે છે.
આજરોજ એક દિલદાર દાતાના સહયોગથી 300 નંગ કિટ્સ નું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું.બેનો ની ઓળખ છતી ન થાય અને લેનારનેજાણે-અજાણે શરમાવું ન પડે તે માટે છેલ્લા ચાર દિવસથી આયોજન બદ્ધ રોજે થોડી થોડી બેહેનો ને બોલાવીને વિતરણ
કરવામાં આવ્યું હતું.
અમવા નાં સ્થાપક પ્રમુખ ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ જણાવ્યું હતું કે અનેક નાના મોટા દાતાના સહયોગથી અમવા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ યોજાય છે ,
દરેક દાતાઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરનાર દરેક માટે દુઆ કરીએ છીએ કે અલ્લાહ આ ઈબાદત કબૂલ કરે અને બંને જહાન માં તેનો અનેક ઘણો બદલો આપે.