pahlaj nihalani passes away બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી [Bollywood Film Industry] એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના (CBFC) પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીનું [Pahlaj Nihalani] 76 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડમાં અને લાખો ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
pahlaj nihalani passes away લાંબા સમયથી લિવરની બીમારીથી હતા પીડિત
પ્રાપ્ત અહેવાલો અનુસાર, પહલાજ નિહલાની લાંબા સમયથી બીમાર હતા અને લિવર સંબંધિત ગંભીર સમસ્યાઓથી [Liver-related Issues] પીડાઈ રહ્યા હતા. તેમને લિવર સિરોસિસ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમની તબિયત વધુ લથડી હતી અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
બોલિવૂડ અને સેન્સર બોર્ડમાં આપ્યું મોટું યોગદાન
પહલાજ નિહલાનીએ 80 અને 90 ના દાયકામાં બોલિવૂડને અનેક સુપરહિટ ફિલ્મો [Superhit Films] આપી હતી. એક સફળ પ્રોડ્યુસર તરીકે તેમણે ‘શોલા ઔર શબનમ’, ‘આંખે’ અને ‘અંદાજ’ જેવી શાનદાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે વર્ષ 2015 થી 2017 સુધી સેન્સર બોર્ડના [Censor Board Chief] ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ પોતાના કડક નિર્ણયો માટે હંમેશા ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ તેમના નિધન પર ભાવભીની શ્રદ્ધાંજલિ [Tribute] પાઠવી છે.
આ પણ વાંચો: કંગના રનૌતે જોન અબ્રાહમને કેમ કહ્યું થેન્ક્યું?

