ઓમાન નજીક ડૂબ્યું ભારતીય જહાજ વિરાટ-1, US નેવીએ 14 ભારતીયોને બચાવ્યા

Oman Cargo Ship Rescue

Oman Cargo Ship Rescue ઓમાનના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક ગંભીર અને મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. ઓમાનના રાસ અલ હેડ (Ras Al Hadd) વિસ્તારથી આશરે ૮૦ નોટિકલ માઈલ દૂર ૧૪ ભારતીય નાવિકો સાથેનું એક માલવાહક જહાજ (Dhow) ‘એમએસવી વિરાટ-૧’ (MSV Virat 1) મધદરિયે અચાનક ડૂબવા લાગ્યું હતું. જહાજમાં પાણી ભરાઈ જતાં અંદર હાજર તમામ ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં મુકાયા હતા. આ કટોકટીના સમયે અમેરિકી વાયુસેના અને નૌસેનાએ તાત્કાલિક એક્શન લઈને તમામ ભારતીય નાવિકોને મોતના મોંમાંથી ચમત્કારિક રીતે બચાવી લીધા છે.

Oman Cargo Ship Rescue  : અમેરિકી એરક્રાફ્ટે આકાશમાંથી લાઈફ રાફ્ટ નીચે ફેંકી જીવ બચાવ્યા 

લાઇવ હિન્દુસ્તાનના સત્તાવાર અહેવાલ અને ન્યૂઝ એજન્સી ANI મુજબ, જહાજ ડૂબતું હોવાના મેસેજ મળતા જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલું અમેરિકી નૌસેનાનું અત્યાધુનિક P-8 મેરિટાઇમ એરક્રાફ્ટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અમેરિકી પાઇલટોએ સમય સૂચકતા વાપરીને આકાશમાંથી એક વિશાળ ઇન્ફ્લેટેબલ લાઈફ રાફ્ટ (હવા ભરેલી બચાવ હોડી) સીધી ડૂબતા જહાજની નજીક પાણીમાં ફેંકી હતી. તમામ ૧૪ ભારતીય નાવિકોએ સમય બગાડ્યા વગર ડૂબતા વિરાટ-૧ જહાજમાંથી કૂદીને તે લાઈફ રાફ્ટ આશ્રય મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.

ભારતીય નૌસેનાના યુદ્ધજહાજો પણ ઘટનાસ્થળે રવાના

આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન યુએસ નેવીનું વિમાન આકાશમાંથી સતત નાવિકોની સ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. આ ઘટનાની જાણ ભારતીય સંરક્ષણ મંત્રાલયને કરાતા જ ભારતીય નૌસેના (Indian Navy) ના નજીકના વિસ્તારમાં તૈનાત યુદ્ધજહાજોના રૂટ તાત્કાલિક ડાયવર્ટ કરીને તેમને રાસ અલ હેડ તરફ રવાના કરી દેવામાં આવ્યા છે. ભારતીય નેવીના જહાજો ટૂંક સમયમાં લાઈફ રાફ્ટમાં રહેલા તમામ ૧૪ ભારતીય નાવિકોને ઓનબોર્ડ લઈને સુરક્ષિત રીતે ભારત પરત લાવશે. હાલ તમામ નાવિકો એકદમ સુરક્ષિત હોવાનું સેના દ્વારા સત્તાવાર રીતે કન્ફર્મ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *